
- હીરાના ધંધાર્થી અશોકભાઇએ શર્ટની અંદર પાંચેક લાખના હીરાનું પડીકું મુક્યું હતું તે પડી ગયું હતું
- રાજહંસના પ્રમુખને જાણ પણ કરી હતી
(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 25 માર્ચ 2019, સોમવાર
ગત શુક્રવારે વરાછા હીરાબજારમાંથી રોડ ઉપરથી મળી આવેલા હીરાના પડીકાના મૂળ માલિકને શોધવાની કવાયત આખરે પૂરી થઈ છે. પડીકું હીરાબજાર સાથે સંકળાયેલા અશોકભાઈનું હતું. અશોકભાઇએ બનાવના દિવસે જ પડીકુ ગુમ થયા પછી તુરત જ શોધવાના ખૂબ પ્રયત્ન કર્યા હતા. પણ, મળ્યું નહોતું. જોકે તેમને એવો વિશ્વાસ હતો કે પડીકું મળી જશે.
મૂળ ભાવનગરના વતની અને છેલ્લા સાતેક વરસથી સુરત હીરા બજાર સાથે સંકળાયેલા અશોકભાઇએ વાતચીત દરમિયાન જણાવ્યું કે, સામાન્ય રીતે હીરા બજારમાં પડીકા ગુમ થવાના કિસ્સા અવારનવાર બનતા હોય છે. કિન્તુ ૧૦ ટકા કિસ્સામાં જ હીરાના પડીકાં પરત મળતાં હોય છે.
૯૦ ટકા કિસ્સામાં તો પડીકા પરત આવતા જ નથી.ગત શુક્રવારે સાંજે ચાર વાગે શર્ટની અંદર મૂકેલું પડીકું ગુમ થયું ત્યારે તેમણે તુરત તેને શોધવાના પ્રયત્નો કર્યા હતા. પણ, નહીં મળતાં રાજહંસના પ્રમુખને આની જાણ કરી હતી.
રસ્તે પડી ગયેલા હીરાનાં પડીકાંને શોધવા માટે જોકે, તેમણે સીસીટીવી કેમેરાના ફૂટેજ વગેરે પણ ચેક કર્યા હતા. કિન્તુ એમાં કશું મળી આવ્યું નહોતું. પણ બીજે દિવસે તેમની જાણમાં આવ્યું કે હીરાનું પડીકું કોઈકને મળ્યું છે અને સુરત ડાયમંડ એસોસિયેશનને આપવામાં આવ્યું છે. પડીકું મળી આવતા થોડી રાહત થઈ હતી. પણ, પડીકું એક પ્રમાણિક વ્યક્તિના હાથમાં ગયું હોવાને કારણે એ પરત થઇ શક્યું હોવાનું તેઓનું માનવું છે. એક ખાનગી કંપનીમાં કામ કરતા એક યુવાનને રાજહંસ નજીકથી રોડ પરથી મળી આવ્યું હતું. પડીકામાં અંદાજે પાંચથી છ લાખની કિંમતનો માલ હતો.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YoCUXd
No comments:
Post a Comment