પાટીદાર ઉદ્યોગપતિને સુરતની ટિકિટની વાતથી સોશિયલ મીડિયામાં ભૂતકાળ ખોલાયો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 26 March 2019

પાટીદાર ઉદ્યોગપતિને સુરતની ટિકિટની વાતથી સોશિયલ મીડિયામાં ભૂતકાળ ખોલાયો


- દર્શના જરદોશ સુરતી છતાં મૂળ સુરતીને જ ટિકિટ આપવાની વાત ચલાવાય છે !

- સ્થાનિક નેતાઓને પણ હવે દિલ્હી જોવું છે

(પ્રતિનિધિ  દ્વારા) સુરત, તા. 25 માર્ચ 2019, સોમવાર

ભાજપના સભ્ય નથી તેવા પાટીદાર ઉદ્યોગપતિને સુરત બેઠકની ટિકિટ ફાળવવાની વાતને લઇને ભાજપના કાર્યકરો અને મૂળ સુરતી નેતાઓમાં છુપો રોષ જોવા મળ્યો છે. ટિકિટની વાતો વચ્ચે ઉદ્યોગપતિના વીજચોરી અને ખનીજચોરીના મુદ્દા સોશિયલ મીડિયા પર ચગાવી દેવાયા છે. બીજી તરફ નવસારીમાં કોળી સમાજના લોકોની દાવેદારી સામે ભાજપ ઝુક્યુ નહીં તો હવે સુરતમાં પાટીદારના નામે ભાજપના નેતાઓ પાણીમાં બેસી જશે કે કેમ? તે અંગે અનેક ચર્ચા શરૂ થઈ રહી છે. 

સુરત બેઠક પર ઉમેદવારની પસંદગી ભાજપે બાકી રાખી છે. મૂળ સુરતીને આ બેઠક પર ટિકિટ અપાય છે તે મુદ્દો આગળ કરીને દાવેદારોએ પોતાનું તમામ જોર લગાવ્યું છે. અલબત્ત વર્તમાન સાંસદ દર્શના જરદોશ સુરતી જ છે. પણ ભાજપના આંતરીક ચોકામાં તેમની ટિકિટ કપાય જાય તે માટે ઘણા સમય પહેલાથી તૈયારીઓ થઇ ગઇ હતી. નિરીક્ષકો સાંભળવા આવ્યા ત્યારે પણ એક ચોક્કસ પ્લોટ ઉભો કરીને ભ્રમજાળ પણ ઉભી કરાઇ હતી. જોકે, તે કેટલી કારગત નીવડે છે હજુ સસ્પેન્સ છે. 

દરમિયાન સુરતની આ બેઠક પાટીદાર ઉદ્યોગપતિ મહેશ સવાણીને આપવાની વાતો શરૂ કરાઇ છે. તેને પણ કેટલાક સ્ટ્રેટેજીનો એક ભાગ ગણી રહયા છે. જ્યારે ઉદ્યોગપતિને ટિકિટ અપાવાની હોવાની વાતને લઇને તેમના વીજચોરી અને ખનીજચોરીના મુદ્દાને સોશિયલ મીડિયામાં ઉઠાવી દેવાયા છે.

ઉદ્યોગપતિ ભાજપના સભ્ય પણ નથી છતાં તેમને ટિકિટ અપાય તે વાત કેટલાકના ગળે તો ઉતરતી જ નથી. અને તેમણે અગાઉ દાવેદારી કરી જ નહોતી અને હવે સુરતની બેઠક પર પસંદગી બાકી છે ત્યારે અચાનક તેમની દાવેદારીને બે મોટા નેતા વચ્ચેની વર્ચસ્વની લડાઇના એક ભાગ તરીકે જુએ છે.

બીજી તરફ ઉદ્યોગપતિને ટિકિની વાતથી કોંગ્રેસીઓ ગેલમાં છે. સોશિયલ મીડિયા પર લખાય રહયું છે કે સુરત બેઠક માટે આ ઉદ્યોગપતિની પસંદગી થાય તો જાગૃત મતદારોએ એ સૂત્ર ધ્યાનમાં રાખવું કે, આ ચોકીદાર ચોર છે. ભાજપનો ઉમેદવાર વીજચોર અને ખનીજ ચોર છે. જોકે, ટિકિટ માટે ચાલી રહેલી આ ખેંચતાણ વચ્ચે બેની લડાઇમાં ત્રીજો ફાવે તેવું પણ થઇ શકે છે તેવી ચર્ચા અંદરખાને ચાલી રહી છે.



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TzFTIK

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages