સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અગનગોળા વરસાવતી ગરમી:નવસારીમાં 40 ડિગ્રી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 26 March 2019

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અગનગોળા વરસાવતી ગરમી:નવસારીમાં 40 ડિગ્રી


સુરત,નવસારી,વલસાડ,સોમવાર

ઉનાળાના પ્રારંભ સાથે જ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સૂર્ય દેવતા કોપાયમાન બનતાં આકાશમાંથી ગરમી અગનગોળા વરસાવી રહ્યાં છે. નવસારીમાં સૌથી વધુ ૪૦ ડિગ્રી, સુરતમાં ૩૯.૬ અને વલસાડમાં ૩૯.૫ ડિગ્રી ગરમી નોંધાતા લોકો ત્રસ્ત બન્યા હતા. 

હોળી-ધૂળેટી બાદ છેલ્લા ચાર દિવસથી ઉનાળાની ઋતુનો પ્રારંભ થયો છે. ઉનાળાની શરૂઆત સાથે જ સૂર્યદેવતા કોપાયમાન બન્યા હોય તેમ આકાશમાંથી ગરમીનાં અગન ગોળા વરસતાં લોકો ત્રસ્ત બન્યાં છે. નવસારીમાં છેલ્લા બે દિવસથી સતત ૩૮ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયા બાદ સોમવારે સૂર્ય દેવતા વધુ કોપાયમાન બનતાં ગરમીનો પારો સીધો ર ડિગ્રી ઉંચે જતાં મહત્તમ ૪૦ ડિગ્રી ગરમી નોંધાઈ હતી. જ્યારે લઘુત્તમ ૧૬ ડિગ્રી અને વાતાવરણમાં ૮ર ટકા ભેજનું પ્રમાણ નોંધાયું હતું. પ્રતિ કલાક ૬ કિ.મી.ની ઝડપે ઉત્તર દિશામાંથી હીટવેવ ફૂંકાતા વાહન ચાલકો તોબા પોકારી ઉઠયા હતા. 

સુરતમાં પણ આકરી ગરમી નોંધાઇ હતી. મહત્તમ તાપમાનનો પારો ૩૯.૬ ડિગ્રી પર પહોંચી ગયો હતો. તો લઘુત્તમ તાપમાન ૨૩ ડિગ્રી, ભેજનું પ્રમાણ ૨૧ ટકા, હવાનું દબાણ ૧૦૦૯.૮ મિલીબાર અને ઉત્તરથી પશ્વિમમાં ૯ કિ.મીની ઝડપે હીટવેવ ફૂંકાતા લોકો અકળાયા હતા. વલસાડમાં રવિવારે તાપમાન ૩૯ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતુ. ત્યારબાદ સોમવારે મહત્તમ તાપમાન ૩૯.૫ ડિગ્રી જેટલું નોંધાયું હતુ. જ્યારે લઘુત્તમ તાપમાન ૧૯.૫ ડિગ્રી નોંધાયું હતુ. બપોરે કાળઝાળ ગરમીની અનુભૂતિ થઇ હતી. આ સાથે હવામાં ભેજનું પ્રમાણ ૩૮ ટકા અને પવનની ગતિ ૬ કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TAOQSa

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages