
અમદાવાદ, 28 માર્ચ 2019, ગુરુવાર
ટેકનોલોજીની દુનિયામાં સતત ફેરફાર થઈ રહ્યા છે. તેનો પુરાવો છે 8ડી સાઉન્ડ. વર્તમાન સમયમાં 8ડી ઓડિયોનું ચલણ સતત વધી રહ્યું છે કારણ કે તેમાં ગીત સાંભળતી વખતે તમને અદ્ભુત અનુભવ થાય છે. આ ટેકનોલોજીની મદદથી ગીત સાંભળતી વખતે એક, બે નહીં પરંતુ આઠ દિશામાંથી અવાજ અને સંગીત સંભળાતું હોવાનો અનુભવ થાય છે. આ પ્રકારના અનુભવ માટે યૂટ્યૂબ પર 8ડી સોન્ગ સર્ચ પણ કરી શકો છો. અહીં તમને અનેક ગીત જોવા મળશે. આ રીતે ગીત સાંભળવાથી તમને અલગ અનુભૂતી થશે.
8ડી ટેકનોલોજીમાં ગીત સાંભળવાથી અદ્ભૂત આનંદ મળે છે. તમે ગીત સાંભળતી વખતે દરેક પ્રકારના અવાજને અનુભવી શકો છો. કારણ કે ગીતમાં 8 ડાઈમેંશ હોય છે તેના કારણે સંગીત સાંભળનાર અનુભવી શકે છે કે ગીત ક્યાંથી જનરેટ થઈ રહ્યું છે. અહીં અલગ અલગ અવાજના અલગ અલગ ડાઈમેંશન હોય છે.
વર્ચુઅલ રિયાલિટીનો અનુભવ
8ડી સાઉંડમાં વર્ચુઅલ રિયાલિટીનો અનુભવ થાય છે. તેમાં સાઉંડનું પેનેટ્રેશન અને ઓરિજિન સરળતાથી ઓળખી શકાય છે. ગીત સાંભળતી વખતે સાઉંડ સાથે તમે પણ અલગ દુનિયામાં ખોવાઈ જશો. ઈંટરનેટ પર આજકાલ આ પ્રકારના ગીતને ખુબ પસંદ કરવામાં આવી રહ્યા છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2U6hRdL
No comments:
Post a Comment