વડોદરા,તા.30 માર્ચ,2019,શનિવાર
જોબ અપાવવાને બહાને ઓનલાઇન ફોર્મ ભરાવી ડેબિટ કાર્ડની વિગતો મેળવી બેન્ક એકાઉન્ટમાંથી રકમ ઉઠાવી લેતી ટોળકીનો પાંચ મહિના પહેલાં વડોદરા પોલીસે પર્દાફાશ કર્યો હતો.ઉપરોક્ત બનાવમાં ફરાર થઇ ગયેલા દિલ્હીના કોલ સેન્ટરના સંચાલક અને તેનો સાગરીત દિલ્હીની કોર્ટના આદેશ મુજબ આજે વડોદરાની કોર્ટમાં હાજર થયા હતા.
ઓક્ટોબર-૨૦૧૮માં વડોદરાની જૈન કલા નામની યુવતીને જોબ કેરિયર નામની વેબ સાઇટ પર ઓનલાઇન ફોર્મ ભરાવી ફોર્મના રૃા.૪૯ ભરવા માટે ભેજાબાજે ફોર્મમાં ડેબિટ કાર્ડની વિગતો ભરાવી હતી અને ત્રણ ટ્રાન્ઝેક્શન કરી રૃા.૧૯ હજારની રકમ તેના ખાતામાંથી ઉપાડી લેતાં યુવતીએ સાઇબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી.
સાઇબર સેલની ટીમે વેબ સાઇટની વિગતો અને મોબાઇલ ફોનને આધારે ટોળકીનું પગેરૃં શોધી કાઢ્યું હતું અને દિલ્હીના વેસ્ટ વિભાગમાં પટેલ નગરમાં બીજે માળે છાપો મારી ૯ યુવતી અને એક યુવકને ઝડપી પાડયા હતા.
પોલીસ તપાસમાં કોલ સેન્ટર દ્વારા સમગ્ર ભારતમાં યુવક-યુવતીઓને અરજીઓ કરાવી ડેબિટ કાર્ડની વિગતો મેળવીને લાખો રૃપિયાની ઠગાઇ કરવાના આંતરરાજ્ય કૌભાંડનો સૂત્રધાર હર્ષિત ચંદ્રશેખર પાંડે અને તેનો સાગરીત અનિલ પ્રેમસિંગ(બંને જિમ સંચાલક અને રહે.બલજીત નગર, સંજયપાર્ક પાસે,દિલ્હી)ની શોધ કરતાં તેમણે દિલ્હીની કોર્ટમાંથી રૃા.૪ લાખ ભરી હાજર થવાનો હુકમ મેળવ્યો હતો.તે મુજબ તેઓ બંને વડોદરામાં હાજર થતાં કોર્ટે રકમ જમા લઇ પોલીસ બોલાવે ત્યારે હાજર રહેવા આદેશ કરતાં સાઇબર સેલના પીએસઆઇ જે કે ડોડિયાએ તેમની પૂછપરછ કરી ફરી હતી.
from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2V6IjA7
No comments:
Post a Comment