
- તમામ કાચ બંધ કરાવી દીધા હતાઃ પ્રવાસીઓ બસ ધીમે હંકારવા બુમાબુમ કરતા રહયા અને વળાંક પર કંટ્રોલ થયો નહી અને બ્રેક ફેઇલ થઇ ગઇ
(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 25 માર્ચ 2019, સોમવાર
સુરતની એક ખાનગી બસ ગઈ કાલે બપોરના સમયે મહારાષ્ટ્રના પાલઘરના તોરણઘાટ અને મોખાડા વચ્ચની ઊંડી ખીણમાં ખાબકી ગઈ હતી. જેમાં બે સહેલી સહિત ત્રણ પ્રવાસીના મોત થયા હતા, ૪૦થી વધુ પ્રવાસીને ઇજા થઇ હતી. પ્રવાસી સાથે ઝગડો થયા બાદ ડ્રાઇવર ફુલ સ્પીડમાં બસ દોડાવવા લાગ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. સ્મીમેર હોસ્પિટલથી મળતી માહિતી મુજબ પાલનપુર પાટિયા ખાતે આવેલ વૃંદાવન સોસાયટીના સુર સાગર એપાર્ટમેન્ટમાં રહેતા ૩૫ વષીૅય બાંકેબિહારી રામાયણદાસ સેન, તેમની પત્ની સ્વાતિ બાંકેબિહારી સેન (ઉ.વ. ૩૦) તેમના ૧૦ વર્ષના પુત્ર દિવ્યેશને લઈને સુરતથી અન્ય મુસાફરો સાથે ઘૂળેટીની બસમાં શિરડી, શનિ શિગણપોર, નાશિક, ત્રમ્બકેશ્વરના પ્રવાસે ઉપડયા હતા. દરમિયાન સુરત પરત થતી વેળા મહારાષ્ટ્રના પાલઘરના તોરણઘાટ અને મોખાડે વચ્ચેની ઉંડી ખીણમાં બસ ખાબકી હતી. જેમાં ત્રણના મોત થયા હતા જ્યારે ૪૦થી વધુને ઇજા થઇ હતી. ત્રણ ઇજાગ્રસ્તો બાકેબિહારી તેમની પત્ની સ્વાતી અને સૂર્યકાંત વેણીલાલ ગાંધી (ઉ.વ-૬૫. રહે.પાલનપુર પાટીયા) ને આજે સ્મીમેરમાં ખસેડાયા હતા.
સ્વાતીબેને જણાવ્યું હતું કે બસમા મહિલા મુસાફરે અને ડ્રાઈવર વચ્ચે કોઈ બાબતે ઝગડો થયો હતો. જેને કારણે ખુન્નસમાં આવી ડ્રાઈવર વધુ સ્પીડમાં બસ હંકારવા લાગ્યો હતો. એટલુંજ નાહ તેને કાચ બંધ કરાવી દીધા હતા. અને ટેપનો આવાજ પણ વધારી દીધો હતો. બધા મુસાફરો તેને ધીરે ચલાવવા માટે બૂમો પાડતા હતા છતાં તે માન્યો નહિ હતો. દરમિયાન ટર્ન લેવાની જગ્યા તેનાથી બસ બસ કંટ્રોલ થઇ નહીં હતી અને સીધી જ ખીણ તરફ દોડી ગઈ જ્યાં બ્રેક ફેલ થવાને કારણે ખીણમાં ખાબકી ગઈ હતી.
અકસ્માતમાં મૃતકો
રીટાબેન જગદીશભાઇ દલાલ (ઉ-વ-૫૪ -રહ-પાલનપુર જકાતનાકા )તથા તેમની બહેનપણી જયલતાબેન ટેલર (ઉ-વ-૫૦-રહે ઉધના-મગદલ્લા ખાતે ) અને નિરજલાલ (ઉ-વ-૬૮)
ખાસ બહેનપણીએ આખરે સાથે દમ તોડયો
રીટાબેન દલાલ અને ખાસ બહેનપણી જયલતાબેન ટેલર મોટાભાગે સાથે ફરવા જતા હતા.બેને વચ્ચે પરિવારજેવો સંબંધી હતો.એટલુ નહી પણ મોબાઇલ સેલ્ફી સહિતા ફોટા પણ પડાવતા હતા.હાલમાં બસમાં ફરવા ગયા હતા.ત્યારે બેને બહેનપણીએ બસ સાથે ફોટો પડાવ્યો હતો.બાદમાં બેને બહેન પણી બસમાં બેસીને સુરત આવવાની વાતચિત કરતા હતા.પણ અચાનક બસ ખીણમાં પડતા બેનેને ભરખી ગઇ હતી.
પહેલા બે વખત બસની બ્રેઇક ફેલ થઇ હતી
સુત્રો જણાવ્યુ કે નાશિક રોડ પર બસની બ્રેક ફેલ થઇ હતી.ત્યારે તે વખતે ત્યાં બ્રેક રીંપેરીગ કરવી હતી.બાદમાં શનિસંગાપોણ ખાતે પણ બસની બ્રેક ફેલ થઇ હતી.ત્યારે મુસાફરોની જરાઓ ચિંતા નહી હોય તે પ્રમાણએ ફરી બસની બેકે રિપેરીગ કરવાનીને હંકારતા હતા.બાદ આખરે પાલઘર રોડ ફરી બ્રેક ફેલ થતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં ત્રણ જેટલા વ્યકિતઓ મોતને ભેટયા હતા.અને ૪૪ વ્યકિતની નાની મોટી ઇજા થઇ હોવાનું જાણવા મળે છે.જોકે બ્રેક ફેલ થઇ ગયા હોવા અંગે રીટાબેન અન્ય મુસાફરોને કહેવા જતા હતા.તે સમયે અકસ્માત સર્જાયો હતો.
ફુટબોલની જેમ ફંગોળાયેલા ૧૦ વર્ષના બાળકને ઘસરકો પણ નહી
સ્વાતીબેનના સંબંધીઓએ જણાવ્યુંકે, બાકેબિહારી અને સ્વાતીબેનનો એકનો એક ૧૦ વર્ષીય પુત્ર દિવ્યેશ પર ભવિષ્યમાં કોઇ બાધા ન આવે તે માટે કાલસર્પદોષની પૂજા કરાવવા સાથે લઇ ગયા હતા. ત્રમ્બકેશ્વરમાં આ પૂજા થિ હતી. ત્યાંથી તેઓ પરત થયા ત્યારે દિવ્યેશ બારી પાસે બેઠો હતો. પણ તેને ત્યાંથી ખસેડી માતા સ્વાતીબેન ત્યાં બેઠા હતા. અકસ્માત થયો ત્યારે દિવ્યેશ ફુટબોલની જેમ બહાર ફેંકાઇ ગયો હતો. પણ તેને શરીરે ઘસરકો પણ થયો નથી. દંપતિને જોવા હોસ્પિટલ તોડી આવેલા એપાર્ટમેન્ટના રહીશો પણ દિવ્યેશને હેમખેમ જોઇને આશ્વર્યમાં પડી ગયા હતા.
દંપતી સહિત ત્રણ મુસાફરોને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયા
બસ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત તમામ મુસાફરોને પ્રાથમિક સારવાર માટે નાશિકની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાંથી આજે સવારે ત્રણ મુસાફરોને સુરત ખાતે ખસેડવામા આવ્યા છે.સુર્યકાંતભાઈ વેણીલાલ ગાંધી (ઉ.વ.૬૫ ) અને દંપતી બાંકેબિહારી સેના અને સ્વાતીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં આજે સવારે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સુર્યકાંતભાઈ પ્લાસ્ટિકના સામાનનો ધંધો કરે છે. જ્યારે બાંકેબિહાર કોઈ ખાનગી કંપનીમાં નોકરી કરે છે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TW4f4q
No comments:
Post a Comment