સુરત: રૂપિયા 700ની લાંચ લેતા પકડાયેલા સર્વેયરને 2 વર્ષની જેલ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 27 March 2019

સુરત: રૂપિયા 700ની લાંચ લેતા પકડાયેલા સર્વેયરને 2 વર્ષની જેલ

સુરત, તા. 26 માર્ચ 2019, મંગળવાર

વેડરોડ ધ્રુવતારક સોસાયટીમાં મકાન લેનાર ફરિયાદી રત્ન કલાકાર પાસે જાન્યુઆરી 2006માં મકાન ટ્રાન્સફર કરવાના નામે કતારગામ ઝોનમાં ફરજ બજાવતા આરોપી સર્વેયર દિલીપ હીરા પ્રેસવાળા રહેવાસી ગંગોત્રી સોસાયટી ભટાર રોડ એ રૂપિયા એક હજારની લાંચ માંગી હતી.

ફરિયાદી રત્નકલાકારે પોતે હિરા ઘસવાનું કામ કરતો હોય 1000 લાંચ આપી શકે તેમ ન હોય તેવું જણાવ્યું હતું. જેથી આરોપી સર્વેયર એ રૂપિયા 700માં પતાવટ કરી લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોના હાથે ઝડપાઇ ગયા હતા.

આજ રોજ આ કેસની અંતિમ સુનાવણી ચાલી જતા કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા ફરિયાદ પક્ષે મદદનીશ સરકારી વકીલ દિગંત તેવારની રજૂઆતોને માન્ય રાખી આરોપીને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 13 ધ તથા 13 એક હેઠળ દોષી ઠેરવી બે વર્ષની કેદ તથા પાંચસો રૂપિયાનો દંડ અને ન ભરે તો એક માસની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OrGCLa

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages