ભુજ, શુક્રવાર
વિશ્વ મહિલા દિવસની કચ્છભરમાં વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવી હતી. મહિલા દિન નિમિતે વક્તવ્ય, સન્માન સહિતના કાર્યક્રમો વિવિાધ સૃથળોએ યોજાયા હતા. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો.
ભુજની રાવલવાડી પ્રાથમિક શાળામાં નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે માતૃવંદના સાથે શાળામાં અભ્યાસ કરતી જરૃરિયાતમંદ પરિવારની પ૧ વિદ્યાિર્થનીઓને ડ્રેસ આપી સન્માનિત કરી વિશ્વ મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નાીર શક્તિના ગૌરવને પ્રસૃથાપિત કરતો કાર્યક્રમ યોજાયો હતો. વિશ્વમાં વિવિાધ દેશોના મહાન નારીપાત્રોના પ્રદાનની ગાથાના વર્ણન સાથે વક્તવ્ય યોજાયું હતું.
મહિલા સામખ્ય ભુજ દ્વારા ભચાઉ ખાતે તાલુકાના ગ્રામ્ય સ્તરની મહિલાઓ માટે નવચેતન અંધજન મંડળમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં તાલુકાના ગ્રામ્ય સ્તરની ૧૬૪ મહિલાઓ સહભાગી થઈ હતી. ધ્યેય અને હેતુ લઈને મહિલાઓને માર્ગદર્શન પુરૃ પાડવામાં આવ્યું હતુું. કાર્યક્રમમાં એસએમસી કમિટીના અધ્યક્ષ તાથા મહિલા સામખ્યના સભ્ય બહેનો ઉપસિૃથત રહ્યા હતા. ભુજમાં સત્યમ સંસૃથા દ્વારા મહિલા દિન નિમિતે શહેરમાં ભુંગા અને ઝુંપડામાં રહેતી મહિલાઓને સાડી, માટલાનું વિતરણ કરવામાં આવ્યંું હતું. અંજારમાં નેહરૃ યુવ કેન્દ્ર અને ગુજરાત યુવા મંચના ઉપક્રમે મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે પાલિકાના પ્રમુખ રાજેશ પલાણ, ચીફ ઓફિસર સંજય પટેલ વગેરે હાજર રહ્યા હતા. જ્યારે એનાર્ડે ફાઉન્ડેશન અને અંજાર મહિલા મંચના ઉપક્રમે ટાઉનહોલમાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Hb2eKW
No comments:
Post a Comment