ગાંધીનગર, તા.24 માર્ચ 2019,રવિવાર
ગાંધીનગર જિલ્લામાં હાલ લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને પોલીસ દ્વારા દેશી વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે દહેગામ તાલુકાના કડાદરા ગામે બુટલેગર દ્વારા મકાનની બાજુના વાડામાં વિદેશી દારૃ સંતાડાયો હોવાની બાતમીના આધારે દહેગામ પોલીસે દરોડો પાડી વિદેશી દારૃની પ૪ બોટલ કબ્જે કરી બુટલેગરની શોધખોળ હાથ ધરી છે.
જિલ્લામાં હાલ પોલીસ દારૃનો જથ્થો પકડવા મથી રહી છે ત્યારે કોમ્બીંગ નાઈટ પણ કરાઈ રહી છે. દહેગામ પોલીસ મથકના ઈન્સ્પેકટર એસ. જે.રાજપૂત અને તેમની ટીમ પેટ્રોલીંગમા હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે કડાદરા ગામે સોલંકીવાસમાં દીલીપસિંહ ઉર્ફે મુખી વિસાજી બિહોલાના મકાનની બાજુના વાડામાં જમીનની અંદર ગેરકાયદેસર રીતે વિદેશી દારૃનો જથ્થો રાખવામાં આવ્યો છે જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને વિદેશી દારૃની પ૪ બોટલ કબ્જે કરી ર૬૫૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
જ્યારે દીલીપસિંહ બિહોલા મળી નહીં આવતાં તેની શોધખોળ શરૃ કરવામાં આવી છે. આ સંદર્ભે દહેગામ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જિલ્લામાં હાલ દેશી અને વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા પોલીસ દ્વારા કડક ઝુંબેશ ચલાવાઈ રહી છે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2U5A6Qw
No comments:
Post a Comment