મહેસાણા,તા.25 માર્ચ 2019, સોમવાર
મહેસાણાની ડમ્પીંગ સાઈટની સોસાયટીઓમાં છેલ્લા ૭૨ કલાકથી જે પરિસ્થિતિ થઈ છે તે હાલ થાળે પડે તેવી કોઈ સ્થિતિ લાગતી નથી ત્યારે મોડે મોડેથી જાગેલા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રવિવારે મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે. જેમાં ઓએનજીસીની પેનલના ર્ડાક્ટરો તમામ લોકોની ચકાસણી કરશે.
ડમ્પીંગ સાઈટમાં આવેલી અનસુયા સોસાયટી, ઉમિયા, જનતા નગર, બિંદુ નગર તેમજ ગંજબજાર વિસ્તારની તમામ સોસાયટીઓ માટે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એક મેડિકલ કેમ્પનું આગામી રવિવારે આયોજન કરાયું છે. જેમાં ટી.બી. સ્પેશ્યાલીસ્ટ ઓએનજીસીના તબીબો તમામ લોકોનું ચેકઅપ કરશે. આ વિના મૂલ્યે કેમ્પનો લાભ લેવા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એક અપીલ કરાઈ છે.
જોકે, લોકસભાની ચુંટણી ટાણે આફત મહેસાણામાં આવી હોઈ તેને કવર કરવા માટે રાજકીય દાવ કોંગ્રેસ સમિતિએ ખેલ્યો છે. ભાજપનો ગઢ ગણાતી મહેસાણાની સીટ પર પાટીદાર ફેક્ટર બાદ કોંગ્રેસનો ડોળો છે ત્યારે મેડિકલ કેમ્પ કરી લોકોના ઘા ઉપર મલમ કોંગી આગેવાનો લગાવશે.
લોકોને ઘરના બારી-દરવાજા પાલિકા પ્રમુખની અપીલ
આ અંગે પાલિકા પ્રમુખ ઘનશ્યામ સોલંકીએ જણાવ્યું કે હાલ મહેસાણા શહેર ઉપર અણધારી આફત આવી પડી છે ત્યારે પાલિકાએ પોતાની તમામ શક્તિ લગાડી છે. પરંતુ આગ કાબૂમાં આવતી નથી. ખાસ કરીને જ્યારે રાત્રે વાતાવરણમાં ઠંડક થાય ત્યારે ધૂમાડાના ગોટે ગોટા આસપાસની સોસાયટીઓમાં ફરી વળે છે. આ ધૂમાડાથી બચવા રહીશો ઘરના બારી-દરવાજા બંધ રાખે અને શક્ય હોય તો અન્ય સગા-સંબંધીઓને ત્યાં સીફ્ટ થાય તેવી અપીલ પ્રમુખે કરી છે.
શહેર કોંગ્રેસ પ્રમુખ સાથે ત્રણ નગરસેવકો હડતાળ કરશે
આ મામલે અનસુયા, ઉમિયા, જનતા નગર, બિંદુ નગર સહિતના રહીશોને સાથે રાખી કોંગી શહેર પ્રમુખ ભૌતિક ભટ્ટ તેમજ આ વિસ્તારના કોંગી નગરસેવકો આગામી સમયમાં હડતાળ કરવાના છે. અને કસૂરવારો સામે પગલા ભરવા માટેની માંગ પ્રબળ કરશે.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CHEj1M
No comments:
Post a Comment