ઉત્તર ગુજરાતમાં વહેલી સવારે વાતાવરણ વાદળછાયું બન્યું - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 27 March 2019

ઉત્તર ગુજરાતમાં વહેલી સવારે વાતાવરણ વાદળછાયું બન્યું

મહેસાણા,તા.25 માર્ચ 2019, સોમવાર

ઉત્તર ગુજરાતમાં ઉનાળાના પ્રારંભમાં જ વાતાવરણ પલટાતાં વહેલી સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જોકે હજુ રાત્રે અને વહેલી સવારે ઠંડી અને બપોરના સુમારે ગરમી થતાં હજુ બેવડી ઋતુનો રહીશો અહેસાસ કરી રહ્યા છે. જોકે છેલ્લા બે દિવસથી મહત્તમ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. તેમજ આગામી સાત દિવસ સુધી એટલે કે ૨૨ માર્ચથી ૨૮ માર્ચ સુધી વિષુવવૃત્તીયની સીધી અસર વર્તાશે.

જોકે, હાલમાં ગરમીમાં વધારો તો થઈ રહ્યો છે. સાથે સાથે રાત્રી દરમિયાન ઠંડકનો પણ અનુભવ લોકો કરી રહ્યા છે. જેનાથી બેડવી સિઝનનો અનુભવ લોકોને થઈ રહ્યો છે. જ્યારે હવામાન વિભાગ માટે કામ કરતી એક્યુ વેધરના જણાવ્યાનુસાર ડીસામાં ૩૭ ડીગ્રી, પાલનપુરમાં ૩૭, અમીરગઢ-૩૭, અંબાજી-૩૫, આબુરોડ ૩૭, ઈડર-૩૮, મહેસાણા-૩૮, ઊંઝા-૩૮, સિદ્ધપુર-૩૮, પાટણ-૩૮, મોડાસા-૩૯, હિંમતનગર-૩૮, ખેડબ્રહ્મા-૩૮ ડીગ્રી મહત્તમ તાપમાન નોંધાવા પામ્યું હતું.

આ જોઈએ તો ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠાના મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનો પારો ૩૭  થી ૩૯ ડીગ્રી સુધી પહોંચી ગયો છે. મિશ્ર સિઝન હોવાના કારણે બાળકો વધુ મુશ્કેલી અનુભવી રહ્યા છે. મોટી વયના લોકો પણ બિમારીના સકંજામાં આવી રહ્યા છે. આ વખતે ગયા વર્ષની સરખામણીમાં વધારે ગરમી પડી શકે છે. મિશ્ર સિઝનના પરિણામ નાના બાળકો વાયરલ ઈન્ફેક્શનના સકંજામાં આવી રહ્યા છે. ધુળેટી પર્વ પર નાના બાળકો કલર અને પાણીથી હોળી અને ધુળેટી રમ્યા બાદ વાયરલ ઈન્ફેક્શનના કેસોમાં વધારો થયો છે.



from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UYfYvX

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages