મધ્ય રેલવેમાં મુંબઈથી નવી દિલ્હી રાજધાની ટ્રેન અઠવાડિયામાં પાંચ દિવસ દોડાવાશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 26 March 2019

મધ્ય રેલવેમાં મુંબઈથી નવી દિલ્હી રાજધાની ટ્રેન અઠવાડિયામાં પાંચ દિવસ દોડાવાશે

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.25 માર્ચ 2019,સોમવાર

મુંબઈથી દિલ્હી પ્રવાસ કરતાં મુસાફરોેને મધ્ય રેલવે તરફથી ટૂંક સમયમાં સારા સમાચાર મળવાના છે. વધી રહેલી પ્રવાસી સંખ્યાને લીધે મધ્ય રેલવે તરફથી સીએસએમટી-મુંબઈથી નવી દિલ્હી વચ્ચે અઠવાડિયામાં પાંચ દિવસ દોડાવાના સંકેત મધ્ય રેલવે અધિકારીએ આપ્યાં છે.

રેલવે અધિકારીએ આપેલી માહિત અનુસાર સીએસએમટી-મુંબઈથી હઝરત નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસ રોજ દોડાવવા બાબતે મધ્ય રેલવેએ દિલ્હી સ્થિત રેલવે  અધિકારીઓને પત્ર વ્યવહાર કર્યો હતો. પરંતુ તે વખતે દિલ્હીમાં જૂના સમયે પ્લેટફોર્મ ઉપલબ્ધ ન હોવાનો જવાબ મધ્ય રેલવેને આપ્યો હતો.

ટૂંક સમયમાં જ રેલવે બોર્ડે સીએસએમટી રાજધાની માટે સુધારેલા સમયને મંજૂરી આપી હતી. સમયમાં બદલાવ થતાં સીએસએમટી-મુંબઈથી નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસની ફેરી વધારવાનો માર્ગ મોકળો થયો હોવાની માહિતી રેલવે અધિકારીએ આપી હતી.

સુધારિત સમય અનુસાર ટ્રાયલ લેવા માટે શનિવારે રાજધાની એક્સપ્રેસ બપોરે ૪.૧૦ વાગ્યે રવાના થશે. રવિવારે સવારે ૧૦.૦૫ વાગ્યે દિલ્હી પહોંચશે. તેની સાથે સાથે પુશ અને પુલ પદ્ધતિને લીધે રાજધાની ગતિમાં સકારાત્મક બદલાવ થયાની માહિતી રેલવે અધિકારીએ આપી હતી.સફળ ટ્રાયલ થતાં હવે નવા સમયપત્રક અનુસાર ટ્રેન દોડાવાશે.

રાજધાની મુંબઈ માર્ગે જતી હોવાથી મધ્ય રેલવેના મોટાભાગના પ્રવાસીઓ પાસેથી પશ્ચિમ રેલવેની રાજધાની કરતાં મધ્ય રેલવેની રાજધાની પ્રથમ પસંદ કરવામાં આવી રહી છે. હાલની સ્થિતિએ પશ્ચિમ રેલવેની રાજધાની એક્સપ્રેસ રોજ દોડાવાય છે.

મધ્ય રેલવેમાં રાજધાની એક્સપ્રેસ અઠવાડિયામાં સાત દિવસમાંથી પાંચ દિવસ રાજધાની દોડાવવી પડશે અને બાકીના બે દિવસે દેખરેખ તેમ જ સમારકામ માટે રાખવામાં આવશે. આ નિયોજન ચોમાસા પહેલાં પૂર્ણ કરવાની યોજના હોવાનું રેલવે અધિકારીએ જણાવ્યું હતું.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Orb5ZH

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages