ભુજમાં પાણી પ્રશ્ને પાલિકાને ઘેરાવ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 26 March 2019

ભુજમાં પાણી પ્રશ્ને પાલિકાને ઘેરાવ

ભુજ, શુક્રવાર 

ભુજ પાલિકામાં આજે શહેરવાસીઓએ વિપક્ષ સાથે મળીને  હલ્લાબોલ કર્યો હતો. પાણીના મુદ્દે ઉનાળાની શરૃઆતમાં જ રાડ બોલી ગઈ છે. ત્યારે સુાધરાઈ આવનારી કાળઝાળ ગરમીમાં શું કરશે? તેવો સવાલ ખડો થયો છે. ખાસ કરીને પાણીની યોગ્ય વ્યવસૃથા કરવાના બદલે ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત બનેલા સત્તાપક્ષ સામે લોકોમાં તીવ્ર રોષની લાગણી પ્રસરી ગઈ છે.

છેલ્લા એક સપ્તાહાથી શહેરના વોર્ડ ૧,૨,૩ તાથા ૮માં પાણીની ભારે સમસ્યા ઉભી થયેલી છે. ઉપરાથી હોળી-ધુળેટીના તહેવારમાં પણ નક્કર આયોજન ન કરાતા લોકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. આ અંગે પાલિકાના વિપક્ષીનેતાએ જણાવ્યું હતું કે, ઉનાળાની શરૃઆત થઈ છે ને સત્તાધીશોની અણઆવડતના કારણે લોકો પાણીની કિલ્લત ભોગવી રહ્યા છે. છેલ્લા ૭ દિવસાથી સમસ્યા ચાલી રહી છે. રજુઆત છતાં દાદ ન અપાતા આખરે મહિલાઓ રણચંડી બની હતી. સુાધરાઈને ઘેરાબંધી તાથા તાળાબંધી કરવા સાથે સત્તાધીશો વિરુધૃધ હાયહાયના સુત્રોચ્ચાર કર્યા હતા.કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે,ચુંટણી જાહેર થયા બાદ સત્તાપક્ષના જવાબદારો સુાધરાઈના કામકાજ મુકીને પક્ષના કામમાં જોતરાઈ ગયા છે. જેના કારણે પ્રાથમિક સુવિાધાઓને લઈને અનેક સમસ્યાઓ ઉભી થઈ છે. ફરિયાદ સાંભળવા પણ કોઈ હાજર હોતા નાથી જેના લોકો અકળાયા છે. પાણી યોજનાઓના નામે સત્તાભોગવનારાઓ કરોડોનો ભ્રષ્ટાચાર  જ કર્યો છે, જેના પરિણામે એકપણ યોજનાના મીઠા ફળ ભુજને મળ્યા નાથી. જો બે દિવસમાં પાણી વિતરણ યોગ્ય નહીં કરાય તો વિરોધને વધુ પ્રબળ બનાવાશે, તેવી ચીમકી  ઉચ્ચારી હતી.

વિપક્ષે ટેન્કરોની ચાવી છીનવી લીધી

વિપક્ષ દ્વારા એવો આક્ષેપ કરાયો હતો કે, પાલિકાના ટેન્કર પણ બારોબાર વેંચવામાં આવી રહ્યા છે.જેના કારણે નળદ્વારા જેને પાણી મળતું નાથી તેવા લોકોને ટેન્કર દ્વારા પણ ઝડપી પાણી પહોંચાડાતું નાથી. પાણીના ટેન્કર જેના હવાલે છે તેઓ વધુનાણા આપે તેને બારોબાર પાણી વેંચી મારે છે જેાથી સામાન્ય જનતાને નાણા ભર્યા બાદ અને નોંધણી કરવા છતાં પણ ૭ દિવસે પાણી મળે છે. જેાથી કોંગ્રેસે ૭ ટેન્કરોની ચાવી છીનવી લઈને ચીફ ઓફીસર સામે બળાપો ઠાલવ્યો હતો. જેમાં લાંબા માથાકુટ બાદ સીઓએ હૈયાધારણા આપતા ચાવીઓ પાછી સુપરત કરાઈ હતી.



from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TVC0TF

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages