ગાંધીધામ,તા.૨૨
કંડલા-મુન્દ્રા કસ્ટમમાં ભ્રષ્ટાચાર અને માલના ક્લીયરન્સમાં મંદ ગતિના વર્ષોથી આક્ષેપો ઉઠતા રહેતા હોય છે. ભ્રષ્ટાચારના તો કસ્ટમના અનેક ભાંડા ભુતકાળમાં ફૂટયા છે. કંડલા કસ્ટમની લેબોરેટરીમાં પણ તાજેતરમાં કેરોસીન કાંડમાં ભ્રષ્ટાચારનો કૌભાંડ બહાર આવ્યું હતું. તેવામાં હવે સીઆરસીએલ કંડલામાં કાર્ગોના પરીક્ષણમાં અસહ્ય સમય લાગી રહ્યો હોવાની સાથે યોગ્ય રીતે તપાસની પેટન આવતી ન હોવાનો ગંભીર આક્ષેપ ઉઠયો છે. આ અંગે કસ્ટમે લેબોરેટરીના અિધકારીઓ સાથે વાત કરવાની ફરજ પડી હતી.
આ અંગે મળતી વિગતો મુજબ થોડા મહિના પહેલા ડીઆરઆઈએ કંડલામાંથી કરોડોનું કેરોસીન કૌભાંડ પકડી પાડયું હતું. જેમાં કંડલા કસ્ટમની લેબોરેટરીમાં ખોટા સર્ટિફીકેટ મેળવાતા હોવાનું બહાર આવ્યું હતું. લેબોરેટરીના એક કર્મચારીની પણ ભુમિકા ખુલી હતી. તેવામાં કસ્ટમની આ લેબોરેટરીની કામગીરી સામે ફરી પ્રશ્નો ઉભા થયા છે. હાલ કસ્ટમ હાઉસ કંડલા, મુન્દ્રા અને પીપાવાવ પોર્ટ પર આયાત થતી વસ્તુઓના નમુના સીઆરસીએલ કંડલા પરીક્ષણ માટે મોકલવામાં આવે છે. પરંતુ છેલ્લા લાંબા સમયતી કોઈ ચોક્કસ કારણો વગર પરીક્ષણનો રીપોર્ટ આપવામાં મોડું થઈ રહ્યું છે. રીપોર્ટને આૃધાધ બેાથી ત્રણ અઠવાડીયાનો સમય લાગી રહ્યો છે. જેના કારણે વેપારીઓનો માલ એટલા સમય સુાધી અટકી રહે છે. સાથે સ્ટોરેજના રૃપિયા પણ વેડફાય છે. ચોંકાવનારી વાત એ છે કે લેબોરેટરીના રીપોર્ટમાં મોડું થવાની સાથે પરીક્ષણની સાતત્યતા પણ ઝળવાઈ રહી નાથી. લેબોરેટરી દ્વારા કેટલાક પ્રોડક્ટનું પરીક્ષણના રીપોર્ટ વર્ષો સુાધી બરાબર થતા હતા. પરંતુ થોડા સમયાથી આવતા રીપોર્ટ અસ્પષ્ટ છે. ખાસ કરીને પેટ્રોલીયમ પ્રોડક્ટના રીપોર્ટની પેટન યોગ્ય આવી રહી નાથી. કસ્ટમના પ્રિન્સિપાલ કમિશનર કચેરીએ આ અંગે સીઆરસીએલના જોઈન્ટ ડાયરેક્ટર સાથે વાતચીત કરી હતી. રીપોર્ટમાં થતા વિલંબ અંગે પણ વાતચીત કરવામાં આવી હતી.
from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WhNu0f
No comments:
Post a Comment