પાકિસ્તાનની એરસ્પેસ સતત બંધ રહેતા એર ઈન્ડિયાને રોજની રૂ. ૩ કરોડની ખોટ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 11 March 2019

પાકિસ્તાનની એરસ્પેસ સતત બંધ રહેતા એર ઈન્ડિયાને રોજની રૂ. ૩ કરોડની ખોટ

મુંબઈ, તા. 08 માર્ચ, 2019, શુક્રવાર

પાકિસ્તાન દ્વારા તેના એરસ્પેસને બંધ કરાતા એર ઈન્ડિયા તેના યુરોપ, અમેરિકા તરફના રુટ પર રોજના રૂપિયા ૩ કરોડની ખોટ કરી છે એમ એરલાઈનના સીનિયર અધિકારીએ જણાવ્યું હતું. ઈંધણ વપરાશમાં વધારો, ગ્રાઉન્ડ હેન્ડલિંગ ચાર્જિસ તથા જાળવણી ખર્ચાઓને કારણે આ ખોટ જતી હોવાનું જણાવાયું હતું.  

ગયા બુધવારે પાકિસ્તાને તેના આકાશ પરથી ઉડતા દરેક વિમાનો માટે પોતાની એરસ્પેસ બંધ કરી દીધી હતી જેને કારણે ભારત તથા અન્ય દેશો ખાતેથી ઉપડતા વિમાનોએ પોતાના રુટસ બદલવાની ફરજ પડી છે. આને કારણે પ્રવાસનો સમય પણ વધી ગયો છે એટલું જ નહીં મુંબઈના એર ટ્રાફિક કન્ટ્રોલર્સ પર ભારે તાણ પણ ઊભી થઈ છે. 

એરસ્પેસ વાપરવા પરનો પ્રતિબંધ આજ સુધી રખાયો હતો. ન્યુ યોર્ક, નેવાર્ક, શિકાગો, વોશિંગ્ટન તથા સેન ફ્રાન્સિસ્કો માટે એર ઈન્ડિયા બોઈંગ ૭૭૭ વિમાન નોન-સ્ટોપ ઉડાવે છે જેનો  સમયગાળો ૧૪થી ૧૬ કલાક છે. મુંબઈ તથા દિલ્હીથી સપ્તાહમાં અમેરિકા ખાતે ૩૬ સેવાઓ ઉડે છે જે પાકિસ્તાનના એરસ્પેસનો ઉપયોગ કરે છે.

પાકિસ્તાનની એરસ્પેસ બંધ રહેવાને કારણે  બે કલાકનો સમયગાળો વધી ગયો એટલું જ નહીં એર ઈન્ડિયાએ પોતાના રુટસ પણ બદલવાની ફરજ પડી છે એમ અધિકારીએ જણાવ્યું હતું. ઓમાની તથા ઈરાનના એરસ્પેસનો ઉપયોગ કરવો પડે છે. રિફ્યુલિંગ માટે વિમાનોને શારજહાઁ ઉતારવા પડે છે. 

એર ઈન્ડિયા યુરોપના ૧૦ દેશોમાં પણ પોતાની સેવા ચલાવે છે. આ માટે જે ૭.૩૦થી નવ કલાક લાગતા હતા તેમાં દોઢ કલાકનો વધારો થયો છે. આ ફેરબદલને કારણે કામકાજ પાછળનો ખર્ચ વધી ગયો છે અને આને કારણે એર ઈન્ડિયાને રોજની રૂપિયા ૩ કરોડની ખોટ જઈ રહી છે. 




from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Tob1zS

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages