(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,તા. 08 માર્ચ, 2019, શુક્રવાર
મુંબઈ ઝવેરી બજારમાં આજે ભાવ ઘટતા અટકી ફરી ઉંચકાયા હતા. કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવ ઘટયા પછી ફરી ઉછળ્યા હતા. કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવ ઘટયા પછી ફરી ઉછળ્યાના વાવડ હતા. ડોલર ઉંચકાતા ઘરઆંગણે કિંમતી ધાતુઓની આયાત પડતર ઉંચી ગઈ છે. મુંબઈ કરન્સી બજારમાં ડોલરના ભાવ ૭૦.૦૦ વાળા ૭૦.૧૭ ખુલી નીચામાં ભાવ રૂ.૬૯.૮૨ રહ્યા પછી ઉંચામાં ભાવ રૂ.૭૦.૨૨ થઈ રૂ.૭૦.૧૫ બંધ હતા ડોલરના ભાવ આજે ૧૫ પૈસા વધ્યા હતા
બ્રિટીશ પાઉન્ડના ભાવ ૨૨ પૈસા ઘટી ૯૧.૭૮થી ૯૧.૭૯ હતા. યુરોના ભાવ ૫૨ પૈસા ઘટી રૂ.૭૯ની અંદર ઉતરી રૂ.૭૮.૬૮થી ૭૮.૬૯ હતા. બ્રેકઝીટ પ્રશ્ને બની રહેલા નવા બનાવો પર કરન્સી બજારના ખેલાડીઓની નજર હતી અને અનિશ્ચિતતાના માહોલમાં બ્રિટીશ પાઉન્ડ તથા યુરોના ભાવ ગબડયા હતા. બ્રેકઝીટ ડીલ રીજેકટ થશે તો અનિશ્ચિતતા સર્જાશે એવું નિવેદન બ્રિટનના વડા પ્રધાને આપ્યાના સમાચાર હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં ડોલર નીચો ઉતરતાં સોનામાં ઘટાડે ફંડવાળાની લેવાલી વધ્યાના નિર્દેશો હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના નીચામાં ૧૨૮૫.૨૦ ડોલર રહ્યા પછી ઉંચામાં ભાવ ૧૨૯૬.૨૦ થઈ સાંજે ભાવ ૧૨૯૨.૮૦થી ૧૨૯૨.૯૦ ડોલર રહ્યાના નિર્દેશો હતા.
મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૩૧૯૭૫ વાળા ૩૧૧૫૦ તથા ૯૯.૯૦ના ભાવ રૂ.૩૨૧૦૦ વાળા ૩૨૨૭૫ બંધ હતા જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા હતા. મુંબઈ બજારમાં ચાંદીના ભાવ કિલોના ૯૯૯ના જીએસટી વગર રૂ.૩૭૮૫૫ વાળા ૩૭૯૨૫ બંધ રહ્યા પછી સાંજે ભાવ રૂ.૩૭૯૦૦થી ૩૭૯૫૦ તથા જીએસટી સાથેના ભાવ આ ભાવથી રૂ.૧૨૫૦થી ૧૩૦૦ જેટલા ઉંચા બોલાયા હતા.
વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના નીચામાં ૧૫.૦૧ ડોલર રહ્યા પછી ભાવ વધી ૧૫.૧૭ ડોલર થઈ સાંજે ૧૫.૦૯થી ૧૫.૧૦ ડોલર હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ સાંજે ૮૧૬.૨૦ ડોલર તથા પેલેડીયમના ભાવ સાંજે ૧૨૨૬.૮૦ ડોલર રહ્યાના વાવડ હતા. ચીનની નિકાસમાં નોંધપાત્ર ઘટાડો થવાના પગલે વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવમાં પણ બેથી અઢી ટકાનો કડાકો બોલાયો હતો. બ્રેન્ટક્રૂડના ભાવ ગબડી સાંજે બેરલના ૬૫ ડોલરની અંદર ઉતરી ૬૪.૯૨ ડોલર હતા. ન્યુયોર્કનાભાવ ઘટી સાંજે ૫૬ ડોલરની અંદર જતા રહી ૫૫.૪૦થી ૫૫.૪૫ ડોલર હતા.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ENM1rk
No comments:
Post a Comment