
- કતારગામ વિધાનસભા મત વિસ્તારમા ચોકીદાર મજબુત અને પ્રમાણિક છે તેને વધુ મજબુત બનાવોના બેનર
(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 25 માર્ચ 2019, સોમવાર
કોંગ્રસના પ્રચાર તથા સોશ્યલ મિડિયમાં ચોકીદાર ચોર છેનો નારો જોરશોરમાં ચાલી રહ્યો છે ત્યારે સુરતના કેટલાક વિસ્તારમાં ચોકીદાર ચોર નથી તેવા બેનર લાગવાનું શરૂ થયું છે. કતારગામ વિધાનસભા વિસ્તારમાં ભાજપ તરફી બેનર લાગ્યા છે. જોકે, આગામી દિવસોમાં સુરતમાં ચોકીદારના વિરોધી બેનર પણ જોવા મળે તેવી શક્યતા નકારી શકાતી નથી.
સોશ્યલ મિડિયામાં હાલ સૌથી વધુ ઉપયોગમાં આવતો શબ્દ ચોકીદાર બની ગયો છે. કોંગ્રેસના રાષ્ટ્ર્ીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચોકીદાર ચોર છેના નારા લગાવ્યા બાદ ચોકીદાર ચોર છે શબ્દ ભાજપ માટે મુશ્કેલ બની ગયો હતો. તો બીજી તરફ ચોકીદાર શબ્દનો જ ઉપયોગ કરીને ભાજપે ચુંટણી પ્રચારમાં ઝંપલાવ્યું છે. સોશ્યલ મિડિયામાં હું છું ચોકીદાર સાથે ભાજપ તરફી લોકોના ડીપી બદલાયા હતા. ત્યાર બાદ હાલમાં કતારગામ વિધાનસભા મતવિસ્તાર જ્યાં પાટીદાર ફેક્ટર કામ કરે છે ત્યાં ચોકીદાર ચોર નથી તેવા બેનર જોવા મળી રહ્યાં છે.
આ વિસ્તારની કેટલીક સોસાયટીમાં ચોકીદાર તમે આગળ વધો અમે તમારી સાથે છીએ. ચોકીદાર મજબત અને પ્રમાણિક છે તેથી ચોકીદારને વધુ મજબુત બનાવો તે પ્રકારના બેનર જોવા મળી રહ્યાં છે. આવા બેનરના કારણે ભાજપના કેટલાક નતાઓના હાશ થઈ છે તેઓ આવા બેનર લગાવનાર સોસાયટીની વાહ વાહ કરતા નજરે પડયાં છે. હાલ તો આ બેનર લાગ્યા છે પણ આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં ચોકીદાર વિરોધી બેનરો લાગે તેવી શક્યતા પણ છે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YmIw4a
No comments:
Post a Comment