
(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 25 માર્ચ 2019, સોમવાર
સુરત એરપોર્ટથી ફ્લાઇટ સુવિધા વધવાને કારણે પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે, તો સાથોસાથ કાર્ગો મુવમેન્ટમાં પણ વૃદ્ધિ થઈ રહી છે. ગત ફેબુ્રઆરી માસ દરમિયાન સુરત એરપોર્ટ પરથી ૩૬૩ મેટ્રિક ટન કાર્ગો નોંધાયો હતો. જેમાં સુરત માટે બહારગામથી ૨૨૩ મેટ્રિક ટન કાર્ગો આવ્યો હતો. જ્યારે સુરતથી ૧૪૦ મેટ્રિક ટન કાર્ગો રવાના થયો હતો. ઈ-કોમર્સ કંપનીઓને કારણે ફલાઈટ મારફત માલસામાન વધુ આવતો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
સુરતથી કાર્ગોમાં માલસામાન ઓછો જવાનું કારણ એ છે કે, એરપોર્ટ પર ફૂલફ્લેજડ કાર્ગો ટમનલની સુવિધા નથી. કાર્ગો ટમનલ બન્યા પછી સુરતથી માલસામાનની રવાનગીમાં વધારો આવશે. વળી, કાર્ગો ટમનલ બન્યા પછી કોલ્ડસ્ટોરેજ બનશે અને તેને કારણે શાકભાજી સહિત બીજી ચીજવસ્તુઓની નિકાસ પણ શક્ય બનશે, એમ જાણકારોએ વાતચીત દરમિયાન જણાવ્યું હતું.અત્યારે સુરતનું કાર્ગો મુખ્યત્વે ઓછા વજનવાળા ડાયમંડ અને ફેબ્રિક માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
સુરત આજે ટેક્ષ્ટાઈલ અને ડાયમંડનું મોટામાં મોટું કેન્દ્ર છે, તેથી ફ્લાઇટની સુવિધા વધવાને કારણે ઘરઆંગણાના વેપારીઓને તેનો ફાયદો તો મળી જ રહ્યો છે. પણ દેશના અન્ય શહેરો સાથેની સીધી કનેક્ટિવિટીને કારણે બહારગામના વેપારીઓને પણ તેનો ફાયદો મળી રહ્યો છે. દિલ્હી, ચેન્નાઈ, હૈદરાબાદ, બેંગલોર, કલકત્તા અને વિશાખાપટ્ટનમ જેવા શહેરોમાંથી કાર્ગોમાં માલ સુરત આવે છે, જ્યારે સુરતથી સૌથી વધુ માલ દિલ્હી, કલકત્તા, હૈદરાબાદ અને ગોવા જેવા સેન્ટરો માટે રવાના થાય છે.
દક્ષિણના મહત્વના શહેરો ચેન્નાઇ, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, કોઇમ્બતુર માટે થોડો માલ પણ રવાના થતો નથી
મજાની વાત તો એ છે કે, દક્ષિણના મહત્વના શહેર એવા ચેન્નાઇ અને વિશાખાપટ્ટનમ, કોઇમ્બતુર અને ભુવનેશ્વર માટે થોડો પણ માલ રવાના થતો નથી. બહારના શહેરોમાંથી સુરત માટે જે માલ સામાન રવાના કરાય છે તે મોટેભાગે ઈ કોમર્સનું હોવાનું અનુમાન છે. સુરતમાં ઓનલાઇન શોપિંગનું ચલણ વધી રહ્યું હોવાથી ઈ-કોમર્સ કંપનીઓ તેમનો માલ ફ્લાઇટ મારફત મોકલતા હોય છે. જે શહેરોમાં મુખ્ય ગોડાઉનો છે ત્યાંથી આ માલ રવાના થતો હોય છે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TuIh3r
No comments:
Post a Comment