વિધાનસભાના અધ્યક્ષ ધારાસભ્ય ભગાભાઈ બારડનું સભ્યપદ ખોટી રીતે રદ કર્યું છે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 12 March 2019

વિધાનસભાના અધ્યક્ષ ધારાસભ્ય ભગાભાઈ બારડનું સભ્યપદ ખોટી રીતે રદ કર્યું છે



ગાંધીનગર, તા. 11 માર્ચ 2019, સોમવાર

તાજેતરમાં જ ખનીજ ચોરી કેસમાં કોંગ્રેસના ધારાસભ્ય ભગાભાઈ બારડને કોટે બે વર્ષ અને નવ મહિનાની સજા કર્યા બાદ સરકારની રજૂઆતને પગલે વિધાનસભાના અધ્યક્ષે તેમનું સભ્યપદ રદ કરી દીધું હતું જેને પગલે કોંગ્રેસના ધારાસભ્ય રાજ્યભરમાં દેખાવ કર્યા હતા આજે ફરીથી વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની આગેવાની હેઠળ કોંગ્રેસના ધારાસભ્યોએ ગાંધીનગરમાં રાજ્યપાલના બંગલે કૂચ કરી હતી.

તેમજ રાજ્યપાલ સમક્ષ આ સંદર્ભમાં આક્રોશ સાથે રજૂઆત કરી હતી અને ચાર પાનાનું આવેદનપત્ર પણ આપ્યું છે જેમાં લખ્યું છે કે ભગાભાઈ બારડ ના સજા ના હુકમનો અમલ તે જ દિવસે ૩૦ દિવસ સુધી કોર્ટે તેને મોકૂફ રાખ્યો હતો સેશન કોર્ટે પણ સજા ઉપર સ્ટે મૂક્યો હતો આમ છતાં સરકારે ચુકાદાની નકલ મેળવીને રજાના દિવસો હોવા છતાં તેના પર જરૂરી કાર્યવાહી કરવા અધ્યક્ષ સમક્ષ દરખાસ્ત મૂકી હતી.

અધ્યક્ષે પણ તે જ દિવસે ધારાસભ્ય ભગાભાઈ બારડને સાંભળ્યા વગર જ એક તરફી રીતે તેમને સભ્યપદેથી ગેરલાયક કરી દીધા હતા વાસ્તવમાં આવું કરી શકાય નહીં ચાર પાનાના પત્રમાં સુપ્રીમ કોર્ટે ભૂતકાળમાં આપેલા અમુક ચુકાદાઓનો પણ ઉલ્લેખ કરાયો છે જેનો આધાર લઈને રાજ્યપાલ સમક્ષ એવી રજૂઆત કરાઈ છે કે સજાના હુકમ સામે સ્ટે હોવાથી તેમનું સભ્યપદ રદ કરવાનો નિર્ણય અમલમાં રહેતો નથી એટલે કે ભગાભાઈ નું સભ્યપદ ગેરકાનૂની રીતે રદ કરાયું છે.

 ઉપરાંત ચૂંટણી કમિશનરે પણ તાલાલા બેઠક ખાલી ગણીને ચૂંટણી જાહેર કરી દીધી છે જે ગેરકાનૂની છે પત્રના અંતમાં કોંગ્રેસના ધારાસભ્યોએ માગણી કરી છે કે ધારાસભ્ય ભગાભાઈ બારડનું ધારાસભ્ય પદ પુનઃ સ્થાપિત કરવા માટેની જરૂરી કાર્યવાહી કરવામાં આવે.



from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Cbou35

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages