
ગાંધીનગર, તા. 11 માર્ચ 2019, સોમવાર
ભારતના ચૂંટણી પંચે ગુજરાત રાજ્યની તમામ ૨૬ લોકસભાની બેઠકો માટે લોકસભાની સામાન્ય ચૂંટણી તથા ૨૧-ઉંઝા અને ૯૧-તલાલા વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણીઓ એક જ દિવસે તા.૨૩/૦૪/૨૦૧૯(મંગળવાર)નાં રોજ મતદાન યોજવાનું નક્કી કરેલ છે.
આ લોકસભાની સામાન્ય ચૂંટણી તથા પેટા ચૂંટણીઓ માટેનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરેલ છે જે નીચે મુજબ છે.
કાર્યક્રમ
૧ ચૂંટણી પંચનું જાહેરનામું બહાર પાડવાની તારીખ: તા. ૨૮/૦૩/૨૦૧૯ (ગુરૂવાર)
૨ ઉમેદવારીપત્રો રજુ કરવાની છેલ્લી તારીખ: તા. ૦૪/૦૪/૨૦૧૯ (ગુરૂવાર)
૩ ઉમેદવારીપત્રો ચકાસણીની તારીખ: તા. ૦૫/૦૪/૨૦૧૯ (શુક્રવાર)
૪ ઉમેદવારી પાછા ખેંચવાની છેલ્લી તારીખ:તા. ૦૮/૦૪/૨૦૧૯ (સોમવાર)
૫ મતદાનની તારીખ: તા. ૨૩/૦૪/૨૦૧૯ (મંગળવાર)
૬ મતગણતરીની તારીખ: તા. ૨૩/૦૫/૨૦૧૯ (ગુરૂવાર)
૭ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની તારીખ: તા. ૨૭/૦૫/૨૦૧૯ (સોમવાર)
ભારતના ચૂંટણી પંચ તરફથી લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની બે બેઠકોની પેટા ચૂંટણી યોજવા માટેની જાહેરાત તા.૧૦-૦૩-૨૦૧૯ના રોજ કરવામાં આવતા ચૂંટણી પંચે નિયત કરેલ આચાર સંહિતા તા. ૧૦-૦૩-૨૦૧૯ ના રોજથી અમલી બને છે.
ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ ઉપરોક્ત કાર્યક્રમ અન્વયે તા.૨૩/૦૪/૨૦૧૯ ના રોજ તમામ ૨૬ લોકસભા મતદાર વિભાગ તેમજ વિધાનસભાની બે બેઠકોની પેટા ચૂંટણીઓમાં મતદાન અર્થે EVMનો તથા તમામ મતદાન મથકે VVPATનો ઉપયોગ કરવામાં આવશે તેમજ મતદાન અર્થે મતદાન મથકે આવનાર મતદારની ઓળખ પ્રસ્થાપિત થાય તે માટે મતદાર ફોટો ઓળખપત્ર (EPIC) નો ઉપયોગ કરાશે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UyiOYa
No comments:
Post a Comment