
(પીટીઆઇ) બેઇજિંગ, તા.1 માર્ચ, 2019, શુક્રવાર
અમે ભારત અને પાકિસ્તાનને પરમાણુ શક્તિઓમાં રૃપમાં ક્યારેય માન્યતા આપી નથી. આ સાથે જ ચીને ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જોંગ ઉન અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની મંત્રણા નિષ્ફળ ગયા પછી ચીને ઉત્તર કોરિયાને આ પ્રકારનો દરજ્જો આપવાનો ઇનકાર કર્યો છે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લુ કેંગે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ચીને ક્યારેય પણ ભારત અને પાકિસ્તાનનો પરમાણુ દેશ તરીકે સ્વીકાર કર્યો નથી.
લુ કેંગને પૂછવામાં આવ્યું હતું કે ટ્રમ્પ અને કિમ વચ્ચેની બેઠક નિષ્ફળ ગયા પછી શું ઉત્તર કોરિયાને પણ ભારત અને પાકિસ્તાનની જેમ પરમાણુ દેશ તરીકે માન્યતા આપવામાં આવશે? ઉલ્લેખનીય છે કે ૪૮ સભ્યોના બનેલા ન્યૂકિલઅર સપ્લાયર્સ ગુ્રપ(એનએસજી)માં ભારતને સભ્ય બનાવવા સામે ચીન વિરોધ કરી રહ્યું છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2H7dCqi
No comments:
Post a Comment