પાકે. આતંકનો સફાયો કરવો જ પડશે : અમેરિકાએ દબાણ વધાર્યું - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 2 March 2019

પાકે. આતંકનો સફાયો કરવો જ પડશે : અમેરિકાએ દબાણ વધાર્યું


(પીટીઆઈ) વૉશિંગ્ટન, તા.1 માર્ચ, 2019, શુક્રવાર

અમેરિકાએ પાકિસ્તાન ઉપર દબાણ વધારતા કહ્યું હતું કે પાકિસ્તાન સરકારે આતંકવાદનો સફાયો કર્યા વગર છૂટકો જ નથી. ભારત સાથે તંગદિલી વધી તેમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ જ જવાબદાર છે એટલે પાકિસ્તાને આતંકીઓ સામે પગલાં ભરવા પડશે.

અમેરિકન સંસદના નીચલા ગૃહના નેતા સ્ટેન હોયરે પાકિસ્તાની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતા કહ્યું હતું કે પાકિસ્તાનને શાંતિ જોઈતી હોય તો પહેલાં આતંકવાદીઓનો સફાયો કરવો પડશે. યુએને જે આતંકવાદીઓને લિસ્ટમાં મૂક્યા છે તેની સામે તુરંત કાર્યવાહી કરવી પડશે.

એ જ રીતે અમેરિકાના ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ પણ પાકિસ્તાનને કહ્યું હતું કે આતંકવાદીઓ સામે પગલાં નહીં ભરાય તો પાકિસ્તાન મુશ્કેલીમાં ઘેરાશે. ભારતીય પાયલટને મુક્ત કરવાની બાબતે અમેરિકાએ કહ્યું હતું કે પાકિસ્તાન સરકારનું એ પગલું પ્રશંસનીય છે, પરંતુ બંને દેશો વચ્ચે તંગદિલી ફેલાઈ છે તેનું કારણ પણ પાકિસ્તાન જ છે.

પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી સંગઠનો ભારતમાં આતંકવાદ ફેલાવે છે એટલે ભારતે વળતો જવાબ આપ્યો છે. અમેરિકાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે પાકિસ્તાનમાં રહીને આતંકવાદી પ્રવૃત્તિ થતી હોવાથી તંગદિલી વધી છે અને પાકિસ્તાને જો એ તંગદિલી ઓછી કરવી હોય તો આતંકવાદીઓનો સફાયો કર્યા વગર છૂટકો નથી.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Tay2WD

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages