વેનેઝુએલા કટોકટી : યુએન સુરક્ષા પરિષદમાં અમેરિકાના ઠરાવ પર ચીન-રશિયાનો વિટો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 2 March 2019

વેનેઝુએલા કટોકટી : યુએન સુરક્ષા પરિષદમાં અમેરિકાના ઠરાવ પર ચીન-રશિયાનો વિટો


યુએન. તા.1 માર્ચ, 2019, શુક્રવાર

વેનેઝુએલાની કટોકટીના ઉકેલ માટે અમેરિકાએ મૂકેલા ઠરાવ સામે ચીન અને રશિયાએ વિટો વાપરીને તેને અટકાવી દીધો હતો.પરંતુ મોસ્કો દ્વારા કરવામાં આવેલી પ્રતિ-દરખાસ્તને પણ જો કે પુરતો ટેકો મળ્યો નહતો.બે પ્રતિસ્પર્ધી ડ્રાફટ પર કાર્યવાહી કરવામાં નિષ્ફળતાના કારણે બે મહાસત્તાઓ વેનેઝુએલાના મુદ્દે વિભાજીત થઇ હતી જ્યાં આર્થિક કટોકટી ઊભી થઇ છે અને રાજકીય સંકટ વધુ ઘેરો બન્યો છે.

વેનેઝુએલામાં નવી ચૂંટણી  અને વિના અવરોધે ત્યાં મોકલવાની  માનવીય સહાયતા ઇચ્છતી અમેરિકાની દરખાસ્તને પંદર સભ્યોની સમિતિમાં જરૃરી નવ મત મળ્યા હતા, પરંતુ મોસ્કો અને બેજીગ તેને રોકવાના સમુહમાં જોડાયા હતા.નિયમ અનુસાર બંધાયેલા પરિષદ ખાતેના ઠરાવને અપનાવવા માટે ઓછામાં ઓછા નવ મત તો મળવા જ જોઇએ જેમાં બ્રિટન, ચીન,ફ્રાન્સ, રશિયા અને અમેરિકા જેવા પાંચ કાયમી સભ્યો વિટો વાપરી ના શકે.

શાંતિમય રીતે સેટલમેન્ટની વિનંતી કરતાં રશિયાના ઠરાવમાં એવો આગ્રહ કરવામાં આવ્યો હતો કે તમામ માનવીય સહાયને મદુરો સરકારની મંજૂરી હોવી જ જોઇએ.જો કે  આ ઠરાવને રશિયા, ચીન,સાઉથ આફ્રિકા અને એકવોટોરિયલ ગીનીના માત્ર ચાર જ મત મળ્યા હતા. ઠરાવ વખતે ચાર દેશો ગેરહાજર રહ્યા હતા અને પેરૃ, યુરોપીયન દેશો તેમજ અમેરિકા સહિત સાત દેશોએ  વિરોધ કર્યો હતો.

આર્થિક રીતે કંગાલ બની ગયેલા વેનેઝુએલામાં  વિરોધ પક્ષના નેતા જુઆન ગુઇદોએ જાન્યુઆરીમાં પોતાની જાતને  પ્રમુખ જાહેર કરી દીધો હતો અને  પ્રમુખ નિકોલસ મદુરદો પાસે કોઇ જ સત્તા નથી ત્યારે દેશમાં જબરજસ્ત રાજકીય કટોકટી સર્જાઇ હતી. નેશનલ એસેમ્બલીના વડા ગુઇદોને માન્યતા મળે તે  માટે અમેરિકા પ્રયાસો કરે છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2tKrT4p

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages