
મુંબઇ તા.26 માર્ચ 2019, મંગળવાર
ફિલ્મ સર્જક વિવેક અગ્નિહોત્રીએ કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીની પૂર્વસંધ્યાએ લોકોનેા મૂડ જોતાં મને એેમ લાગ્યું હતું કે તાશ્કંદ ફાઇલ્સ રજૂ કરવાનો આ બેસ્ટ સમય છે.
તાશ્કંદ ફાઇલ્સમાં સદ્ગત વડા પ્રધાન લાલ બહાદૂર શાસ્ત્રીજીના ભેદી મરણ વિશેની વાતો હોવાનો દાવો વિવેકે કર્યો હતો. 1964માં લાલબહાદૂર શાસ્ત્રીજી પાકિસ્તાનના લશ્કરી વડા અય્યુબ ખાન સાથે વાટાઘાટ કરવા રશિયાના તાશ્કંદ શહેરમાં ગયા હતા.
એક રાત્રે એેમનું અકળ કારણોથી અવસાન થયું હતું. શાસ્ત્રીજીને હાર્ટ અટેક આવ્યો હતો એવું કારણ રશિયાએ આગળ કર્યું હતું. ત્યારથી આજ સુધી એ વાત કેટલીક ફાઇલોમાં દટાયેલી પડી હતી.
હવે વિવેક એ ફાઇલ્સના આધારે તાશ્કંદ ફાઇલ્સ નામની ફિલ્મ બનાવી રહ્યો છે. એનો દાવો એવો છે કે શાસ્ત્રીજી હાર્ટ અટેકથી મરણ પામ્યા નહોતા. એમના મરણ પાછળ ગંભીર રહસ્ય છૂપાયેલું હતું જે અમે આ ફિલ્મમાં રજૂ કરવાના છીએ.
હાલ લોકસભાની ચૂંટણીની ધમાલ ચાલી રહી છે ત્યારે ચૂંટણીની પૂર્વસંધ્યાએ આ ફિલ્મ રજૂ કરવાની વિવેકની યોજના છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FwlDCJ
No comments:
Post a Comment