ભુજ,શુક્રવાર
કચ્છમાં હોળી-ધુળેટી પર્વની ધામધુમપુર્વક ઉજવણી કરવામાં આવી હતી. બુધવારે હોલીકા દહન તથા ગુરૃવારે રંગપર્વ ધૂળેટીની ભવ્યતાથી ઉજવણી કરાઈ હતી. ગામે-ગામ હોલીકા દહન કરીને તેમાં શ્રીફળ,ધાણી, દાળીયા પધરાવ્યા હતા અને પ્રસાદીનું પણ વિતરણ કરવામાં આવ્યુ હતુ. ગુરૃવારે ધુળેટી પર્વને મનાવવા માટે સૌ કોઈ વહેલી સવારથી રસ્તા ઉપર નિકળી પડયા હતા અને એકબીજા-સગા સંબંધીઓને કલર ઉડાવીને ધુળેટી પર્વની ઉજવણી કરી હતી.
કચ્છના તમામ શહેરો અને ગામેગામ જાહેર સૃથળોએ, કોલોની-સોસાયટી, મેદાન અને બસ સ્ટેશન વિસ્તારમાં રાત્રે હોળી પ્રગટાવાઈ હતી. સમસ્ત ગામ લોકોએ હોળીના દર્શનનો લ્હાવો લીધો હતો અને બીજા દિવસે ધુળેટી પર્વ નિમિતે લોકોએ રંગોની સાથે ધુળેટીની ઉજવણી કરી હતી. યુવાનો હોળી-ધુળેટીને લઈને અનેરા ઉત્સાહમાં જોવા મળ્યા હતા. હોળીના પર્વે યુવાનોએ ઘેર ઘેર જઈને છાણા અને લાકડા એકત્રિત કરીને ચોરામાં ગોઠવીને અગ્નિ પ્રજવલિત દ્વારા હોલિકાનું દહન કરાયુ હતુ. મોટી સંખ્યામાં મહિલા અને પુરૃષોએ હોલિકા દહનનું પ્રદક્ષિણ કરીને દર્શનનો લાભ મેળવ્યો હતો.
બીજા દિવસે સવારાથી બપોર સુાધી યુવાનો અને નાના બાળકોમાં પર્વને લઈને મસ્તી જોવા મળી હતી. એક બીજા પર રંગોની છોળો ઉડાળીને હોળી ઉત્સવની મોજ માણી હતી. અને સંગીતના તાલે ઝુમી ઉઠયા હતા. ગ્રામિણ વિસ્તારના વડીલો પંખીના ચણ માટે હોળી દરમિયાન શેરીઓમાં નિકળ્યા હતા. જો કે,તે પરંપરા હવે ભુલાતી જાય છે. કયાંક હોળીને લઈને વડીલોમાં ઉત્સાહ ભુંસાતો જાય છે.
કચ્છના વાગડ વિસ્તારમાં સૌ કોઈએ ધુળેટી પર્વની ઉજવણી કરી હતી. સાથે વહેલી સવારાથી ભગવાનના મંદિરમાં દર્શન કર્યા હતા. ગાયોને ઘાસચારો ખવડાવ્યો હતો. રાપરના અયોધ્યાપુરી ખાતે રાધાકૃષ્ણ મંદિર ખાતે, સોની સમાજ દ્વારા માતા દેરી, માંડવી ચોક, માલી ચોક સહિતના સૃથળોએ ઉપરાંત પોલીસ પરિવાર દ્વારા ધુળેટી પર્વની ઉજવણી કરાઈ હતી.ભુજ, અંજાર, ગાંધીધામ, માંડવી, મુંદરા, ભચાઉ, રાપર, નખત્રાણા સહિતના સૃથળોએ હોળી-ધુળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
કચ્છી સમાજના ૬૦૦ મુંબઈગરાએ ધૂળેટીના તહેવારની ઉજવણી ન કરી
ધુળેટીના દિવસે કુર્લામાં રહેતા કચ્છીઓએ પુલવામાં હુમલાનો બનાવ અને કચ્છમાં દુષ્કાળની પરિસિૃથતીને કારણે હોળીનો તહેવાર ઉજવ્યો ન હતો. કચ્છી વીસા ઓસવાળ જૈન સેવા સમાજ-કુર્લાના ૬૦૦ જેટલા સભ્યોએ હોળી ઉજવી ન હતી. આ સાથે તેઓ બહાર ફરવા પણ ગયા ન હતા. કચ્છી સમાજના આગેવાનોએ જણાવ્યુ હતુ કે, કચ્છમાં દુકાળ જેવી પરિસિૃથતિ હોવાની સાથે પુલવામામાં થયેલા આતંકી હુમલામાં જવાનો શહીદ થયા હોવાથી હોળી ન ઉજવવાનો નિર્ણય લીધો હતો. આ સાથે તેમણે જણાવ્યુ હતુ કે, ૧૦ લાખ રૃપિયાનો ફાળો એકઠો કરવાનો ટાર્ગેટ રખાયો છે. આ ફાળો પુલવામામાં હુમલાના શહીદ પરિવારો સુાધી અમે પહોંચાડીશુ અને જીવદયા માટે પણ આપીશું.
from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TSXctl
No comments:
Post a Comment