બ્રિટનમાં રહેતા એશિયનોમાં હિંદુજા પરિવાર સૌથી ધનવાન, મિત્તલ ફેમિલી બીજા ક્રમે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 26 March 2019

બ્રિટનમાં રહેતા એશિયનોમાં હિંદુજા પરિવાર સૌથી ધનવાન, મિત્તલ ફેમિલી બીજા ક્રમે


યાદીમાં બીજા ક્રમે લક્ષ્મી મિત્તલ અને તેમના પુત્ર આદિત્ય મિત્તલની કુલ સંપત્તિ ૧૧.૨ અબજ પાઉન્ડ

આ યાદીમાં એસ પી લોહિયા ૫.૮ અબજ પાઉન્ડની સંપત્તિની સાથે ત્રીજા ક્રમે 

લંડન, તા. 23 માર્ચ, 2019, શનિવાર

લંડનમાં રહેતા દિગ્ગજ એનઆરઆઇ ઉદ્યોગપતિ હિંદુજા ફેમિલી એશિયન રિચ લિસ્ટમાં ચાલુ વર્ષે સતત છઠ્ઠી વખત ટોચ પર છે. તેમની કુલ સંપત્તિ ૨૫.૨ અબજ પાઉન્ડ છે અને તેમાં ગયા વર્ષની સરખામણીમાં ત્રણ અબજ ડોલરનો વધારો થયો છે. 

લંડનમાં એશિયન બિઝનેસ એવોર્ડ દરમિયાન જારી એશિયન રિચ લિસ્ટ, ૨૦૧૯ અનુસાર સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલ અને તેમના પુત્ર આદિત્ય મિત્તલ બીજા ક્રમે છે. તેમની કુલ સંપત્તિ ૧૧.૨ અબજ પાઉન્ડ છે.  બ્રિટનમાં ભારતના રાજદૂત યુકે રુચિ ઘનશ્યામે આ યાદી જારી કરી હતી. જેમાં બ્રિટનમાં રહેતા એશિયના કુલ ૧૦૧ અબજપતિઓના રેન્ક અને છેલ્લા ૧૨ મહિનામાં બિઝનેસના ક્ષેત્રમાં તેમણે મેળવેલી સિદ્ધિઓ પર પ્રકાશ ફેંક્યો છે. 

આ યાદીમાં એસ પી લોહિયા ૫.૮ અબજ પાઉન્ડની સંપત્તિની સાથે ત્રીજા ક્રમે છે. એશિયન રિચ લિસ્ટ, ૨૦૧૯માં જે ઉદ્યોગપતિઓના નામ સામેલ કરવામાં આવ્યા છે તેમની કુલ સંપત્તિ ૮૫.૨ અબજ પાઉન્ડથી વધારે છે. 

આ અબજપતિઓની સંપત્તિમાં દર વર્ષે વધારો થઇ રહ્યો છે. આ વર્ષે આ અબજપતિઓની સંપત્તિમાં કુલ પાંચ અબજ પાઉન્ડનો વધારો થયો છે. 

આ યાદીમાં સાત નવા અબજપતિઓ પણ સામેલ થયા છે. જેમાં હોટેલ સેક્ટર સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ જોગિંદર સેંગર અને તેમના પુત્ર ગિરીશ સેંગર પણ સામેલ છે. જે ૪૦મા ક્રમે છે. તેમની કુલ સંપત્તિ ૩૦ કરોડ પાઉન્ડથી વધારે છે. 

યાદીમાં દિગ્ગજ એનઆરઆઇ ઉદ્યોગપતિ લોર્ડ સ્વરાજ પોલ એન્ડ ફેમિલી ૧૭મા ક્રમે છે. જેમની કુલ સંપત્તિ ૯૦ કરોડ પાઉન્ડથી વધુ છે. તેમની સંપત્તિમાં ગયા વર્ષની સરખામણીમાં ૧૦ કરોડ પાઉન્ડનો વધારો થયો છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Yfg7gu

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages