- વર્તમાન સાંસદની ટિકિટ રિપીટ થાય તે માટે મહેશ સવાણીને ટિકિટ માટે ઉભા કરાવવા પાછળ ભાજપના એક જૂથની સ્ટ્રેટેજીની ચર્ચા

(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 26 માર્ચ 2019 મંગળવાર
ભાજપ માટે લોકસભાની સૌથી સલામત ગણાતી સુરત લોકસભા બેઠક માટે ભાજપે આજે પણ ઉમેદવારની જાહેરાત ન કરતાં દાવેદાર અને ટેકેદારોમાં ઉત્તેજના વધી ગઈ છે. નામ જાહેર ન થતા જાત જાતના નામ અને તેના માટે જાત જાતની અટકળ પણ શરૂ થઈ રહી છે. જેમાં ઉદ્યોગપતિને ટિકિટ માગવા પાછળ ભાજપનું જ એક જુથ સક્રિય બન્યું હોવાનું કહેવાય રહ્યું છે. ઉદ્યોગપતિને ટિકિટ નહીં તો વર્થમાન સાંસદને રીપીટ કરો તે પ્રકારની સ્ટ્રેટેજી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
સુરત લોકસભાની બેઠક મુળ સુરતીની છે, પરંતુ તેના પર સૌરાષ્ટ્રીયન ઉદ્યોગપતિ જે ભાજપના સભ્ય નથી તેણે દાવેદારી કરી દેતાં તેના માટે જાત જાતની અટકળ થઈ રહી છે. મુળ સુરતીઓમાં પણ ટિકિટ માટે દાવેદાર વધી જતાં જુથબંધી થઈ હોવાનું કહેવાય રહ્યું છે. આ જૂથબંધીના છતાં સૌરાષ્ટ્રીયન ધારાસભ્યએ પ્રદેશના સૌરાષ્ટ્રીયન નેતાની લાઈનથી વર્થમાન સાંસદ દર્સના જરદોષને રિપીટ કરવા અથવા નીતિન ભજીયાવાલાને ટિકિટ આપવી તેવી રજૂઆત નિરીક્ષકો સામે કરી હતી.
જોકે, ત્યારબાદ અચાનક સૌરાષ્ટ્રીયન ઉદ્યોગપતિ મહેશ સવાણની એન્ટ્રી થતાં અનેક અટકળ થઈ રહી છે. ભાજપમાં ચાલતી એક અટકળ મુજબ આ નામ પાછળ ભાજપનું જ એક ગ્રૂપ સક્રિય બની ગયું છે. સવાણીને બદલે મુળ સુરતી તરીકે દર્શના જરદોષની ટિકિટ જાહેર થાય તેવું હવે કહેતાં થયાં છે એટલે આ નામ આગળ કરવા પાછળની સ્ટ્રેટેજી હોવાનું કહેવાય રહ્યું છે. બીજી તરફ સુરત બેઠક ભાજપ માટે સૌથી સલામત હોવાથી તેના પર અનેક દાવેદાર છે પણ નામ જાહેર ન થતાં દાવેદાર અને તેમના ટેકેદારોમાં ઉત્સુકતા વધી રહી છે. જેના પરિણામે ગઈકાલે રાત્રે સુરતના કોટ વિસ્તારમાં મુળ સુરતીને ટિકિટ આપવા માટેના બેનર લાગ્યા હતા.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2V0Umz0
No comments:
Post a Comment