વ્યારા,તા.26 માર્ચ 2019,મંગળવાર
ઉચ્છલ તાલુકાનાં વડપાડા ભીત ગામે મોબાઈલ પર મિત્ર સાથે વાત કરતી મહિલાનો મોબાઈલ પતિએ લઈ લેતા તેણીને ખોટું લાગી આવ્યું હતું. શેરડીમાં નાંખવાની દવા પી આપઘાત કરી લેતા ચકચાર મચી છે.
ઉચ્છલ તાલુકાનાં વડપાડાભીત ગામે નુરાબાજ ફળીયામાં ત્રણ બાળકો અને પત્ની સોલમીબેન (ઉ.વ.૩૪) સાથે રહેતા યોહાનભાઈ વન્તુભાઈ ગામીત ખેતીનો વ્યવસાય કરે છે. તા.રર-૩-૨૦૧૯નાં રોજ બપોરે પત્ની સોલમીબેન પોતાના મિત્ર સાથે મોબાઈલ પર વાત કરી રહી હતી. મિત્ર સાથે પત્ની વાત કરે એ યોહાનભાઈને ગમતું ન હતું. જેથી તેણે પત્ની પાસેથી મોબાઈલ ફોન છીનવી લીધો હતો અને ખીજાઈ ગયા હતા.
આ વાતથી સોલમીબેનને મનમાં ખોટું લાગી આવતાં રમાં જઈ શેરડીના પાકમાં નાંખવાની દવા પી લીધી હતી. તાત્કાલીક તેણીને ઉચ્છલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી. જ્યાં સારવાર દરમિયાન સોમવારે સાંજે તેણનું મોત થયું હતું. પતિ યોહાન ગામીતની જાહેરાત લઈ અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હેડ કોન્સ્ટેબલ સ્નેહલભાઈ ગોવિંદભાઈએ હાથ ધરી છે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CJvQeK
No comments:
Post a Comment