
નવી દિલ્હી,તા. 27 માર્ચ 2019, બુધવાર
ભાજપે બાલાકોટ પર કરાયેલી સ્ટ્રાઇકને લોકસભાની ચૂંટણીમાં ગેમ ગેમચેન્જર બનાવવામાં જરાય કસર રાખી નથી. જો કે કોંગ્રેસ તો આ મુદ્દે ભાજપ પર માછલા ધુએ છે અને ભાજપ વાળા તેમને પાકિસ્તાન તરફી કહી રહ્યા છે.બાલાકોટને ભાજપ વાળા રાષ્ટ્રવાદમાં ખપાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ કોંગ્રેસે ગરીબોના ખાતામાં રૂપિયા ૭૨૦૦૦ નાંખવાની વાત કરીને ભાજપની આખી બાજી બગાડી નાંખી છે.
કોંગ્રેસને 'ન્યુન્તમ આય યોજના' એટલે કે ન્યાયમાં દેશના ગરીબોના જીવન ધોરણ અને તેમની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. કોંગ્રેસ પાસે ચૂંટણી જીતવાનો શસ્ત્ર હાથ આવ્યો છે. તેઓ પણ આ યોજનાને ગેમ ચેન્જર બનાવવા ઇચ્છે છે.જો કે તેની પર કેવી રીતે અમલ કરવામાં આવશે તે અંગે કોંગ્રેસને પણ મુશ્કેલી તો નડશે જ. પણ એક વાત તો નક્કી છે કે 'ન્યાય'ના કારણે હવે લોકોનું ધ્યાન બાલાકોટથી ખસી ગયો છે.
દલિત અધિકારીના ઘરે દરોડા શું સુચવે છે?
બસપાના વડા માયાવતીના એક સમયના આઇએએસ અધિકારી અને દલિત સચિવ નેતરામના ઘરે દરોડા પાડયા તેના સમયને લઇને તરહ તરહની વાતો થાય છે. નેતરામ ૨૦૧૪માં નિવૃત્ત થઇ ગયા હતા, પરંતુ આવક વેરા વિભાગે ક્યારે પણ તેમની સામે કોઇ કાર્યવાહી કરવાના સંકેત આપ્યા નહતા. પરંતુ હવે લોકસભાની ચૂંટણી નજીક આવતા જ માયાવતીની નાક દબાવવા કેન્દ્રે કાર્યવાહી શરૂ કરી છે એમ મનાય છે. માયાવતી નેતરામને લોકસભાના ઉમેદવાર બનાવે તેવી અટકળો ચાલી રહી હતી.
તો આ તરફ કોંગ્રેસને પણ માયાવતી ગઠબંધન અંગે શું કહે છે તેની ઇન્તેઝારી છે. હવે તો વાત ત્યાં સુધી પહોંચી ગઇ છે કે છેલ્લા કેટલાક સપ્તાહોથી માયાવતીએ કોંગ્રેસના નેતાઓના ફોનનો જવાબ આપવાનું પણ ટાળ્યું છે.ખાસ કરીને જેઓ માયાવતી સાથે ગઠબંધનની મંત્રણા કરતા હતા તેમના ફોન તો મેડમ ઉપાડતા જ નથી. માયાવતીએ તો કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીને પણ કહી દીધું હતું કે સમાધાન અંગે મારે તમારી સાથે વાત કરવી નથી.
અશુભ દિવસોમાં ચૂંટણીના તારીખોની જાહેરાત કરાઇ
ચૂંટણી પંચે ૧૦ માર્ચના રોજ સાંજે પાંચ વાગે લોકસભાની ચૂંટણીઓની જાહેરાત કરી હતી અને તેના માટે પ્રેસ કોન્ફરન્સનું આયોજન વિજ્ઞાાન ભવનમાં કરાયું હતું. તેના માટે માર્ચની ૧૦,૧૧,૧૨ તારીખો બુક કરી લેવામાં આવી હતી.
એની પાછળ કારણ એ આપવામાં આવ્યું હતું કે તારીખ અને સમય અંગે નિર્ણય લેવામાં આવ્યો નહતો. પરંતુ હવે જ્યોતિષીઓ કહે છે કે અશુભ સમયે ચૂંટણીની તારીખો જાહેર કરાઇ હતી.તેમના ગણીત અનુસાર આ ચૂંટણીમાં હિંસા ખૂબ વધારે હશે. ઉપરાંત ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરીથી તંગદીલી પણ ઊભી કરાશે.
ઉડનખટોલાની ભારે માગ
ચૂંટણીના સમયમાં નેતાઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવા માટે વિમાન અને હેલિકોપ્ટરની માગ વધી જશે. વિમાન સેવાઓ સાથે જોડાયેલા લોકો અનુસાર હેલિકોપ્ટરના એક કલાકનો ભાવ રૂપિયા બે થી અઢી લાખ અને નવ બેઠકો વાળા વિમાનનો ભાવ કલાક દીઠ રૂપિયા ૯૦,૦૦૦ રહેશે.
- ઇન્દર સાહની
from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uzl4Do
No comments:
Post a Comment