હાઇવે પર રઝળતા પશુઓના મૃતદેહોના તાત્કાલિક નિકાલની વ્યવસ્થા ગોઠવવા માંગ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 12 March 2019

હાઇવે પર રઝળતા પશુઓના મૃતદેહોના તાત્કાલિક નિકાલની વ્યવસ્થા ગોઠવવા માંગ

અમદાવાદ,તા.11 માર્ચ 2019,સોમવાર

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની હદ બહારના વિસ્તારો તેમજ હાઇવે વિસ્તારોમાંથી મૃતપશુઓ ઉપાડવાની કાયમી ચોક્કસ વ્યવસ્થાના અભાવે પશુઓના મૃતદેહો દિવસો સુધી રઝળી રહ્યા છે. આજે સોમવારે અડાલજ સર્કલથી ૨૦૦ મીટરના અંતરે કોબા સર્કલ તરફના રોડ પર વાહનની ટક્કરે એક ગાય મરી ગઇ હતી. જેનો મૃતદેહ આખો દિવસ રઝળ્યો હતો. તમામ પ્રયાસો બાદ આખરે સ્થાનિક ગ્રામજનોએ આખરે પોતાના ખર્ચે ગાયના મૃતદેહનો નિકાલ કરાવવાની ફરજ પડી હતી.

જીવદયાની મોટી મોટી વાતો વચ્ચે નવાઇની વાત એ છેકે કોર્પોરેશનની હદ બહાર તેમજ હાઇવે પર પડેલા પશુઓના મૃતદેહ ઉપાડવાની વ્યવસ્થા જ ન હોવાથી તેમજ જેતે નજીકના વિસ્તારનું સ્થાનિક વહિવટીતંત્ર રસ ન દાખવીને જવાબદારીમાંથી હાથ અદ્ધર કરી દેતા હોવાની ફરિયાદો ઉઠી છે.

ખાસ કરીને હોઇવે વિસ્તારમાં વાહનોની ટક્કરથી અવારનવાર ગાય સહિતના પશુઓના મોત થતા હોય છે. તે પશુઓનો મૃતદેહ કલાકો સુધી રોડ પર રઝળે છે. કાગડા-કૂતરા મૃતદેહન ચુંથતા રહે છે તેમજ રાત્રિના સમયે તો મૃતદેહ પરથી વાહનો પસાર થતા રહેતા હોય છે. તેમજ વાહનચાલકો અકસ્માતનો ભોગ બનતા હોય છે. આવી સ્થિતિમાં મૃતદેહના નિકાલ માટેની વ્યવસ્થા ગોઠવવાની માંગણી ઉઠવા પામી છે.

એનિમલ હેલ્પ લાઇનવાળા ફક્ત સારવાર કરે છે. એનજીઓ મદદ માટે ગલ્લાતલ્લા કર્યે જાય છે. સ્થાનિક તંત્ર હદનો મુદ્દો આગળ ધરીને જવાબદારીમાંથી હાથ ખેંચી લે છે. આ સ્થિતિમાં ચોક્કસ જવાબદારી નક્કી કરી તેમજ હાઇવે પર પશુઓના પડેલા મૃતદેહને ઉપાડવાની કાયમી અને ચોક્કસ વ્યવસ્થા કરવાની માંગણી જીવદયા પ્રેમીઓમાં ઉઠવા પામી છે.




from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2J5dJFv

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages