મારા પતિ શહીદ થયા છે મને ખબર છે યુધ્ધમાં શું ગુમાવવું પડે છે : મિતા સંતરા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 1 March 2019

મારા પતિ શહીદ થયા છે મને ખબર છે યુધ્ધમાં શું ગુમાવવું પડે છે : મિતા સંતરા


નવી દિલ્હી, તા.28 ફેબ્રુઆરી, 2019, ગુરૂવાર

સોશિયલ મીડિયા પર નવરાં લોકોએ આજે પુલવામામાં શહિદ થયેલા જવાન મિતા સંતરાને ટ્રોલ કર્યા હતા. મિતા સંતરાએ બાલાકોટ હુમલા પછી સર્જાયેલી તંગદીલી વખતે ટ્વિટ કરી હતી કે યુદ્ધ એ ઉપાય નથી.

તેમણે યુદ્ધને બદલે શાંતિની વાત કરવી જોઈએ અને પાકિસ્તાનને વાતચીતની તક આપવી જોઈએ એવુ કહ્યુ હતુ. આ વિધાન બદલ સોશિયલ મીડિયામાં તેમને ટ્રોલ કરવામાં આવ્યા હતા અને ભારે ટીકા થઈ હતી.

મિતાએ એ પછી જણાવ્યુ હતુ કે સોશિયલ મીડિયામાં થતી ટીકાથી હું ડરતી નથી. હું શાંતિના મારા વલણને વળગી રહું છું. મિતાએ કહ્યુ હતુ કે મારા પતિ શહિદ થયા છે, મને ખબર છે યુદ્ધ થાય તો શું ગુમાવવુ પડે. માટે હું શાંતિની વાત કરું છુ, કેમ કે શાંતિથી ઘણી મહિલાઓને વિધવા થતી બચાવી શકાશે.

જોકે સોશિયલ મીડિયા પર રહેલા ઘણા-ખરા લોકો સમજણ દાખવ્યા વગર ગાડરિયા પ્રવાહની માફક વર્તતા હોય છે. વળી ટ્રોલર્સનું તો કામ ચોક્કસ વ્યક્તિને ટાર્ગેટ કરીને તેની ટીકા કરવાનું જ હોય છે. માટે સોશિયલ મીડિયા પર ટ્રોલર્સને ગંભીરતાથી લેવામાં આવતા નથી.

બીજી તરફ મિતાની મક્કમતા જોઈને ઘણા ટ્રોલર્સે પીછેહટ કરી હતી. તો વળી કેટલાક લોકોએ તેની શાંતિની વાતને વધાવી હતી. મિતાએ પૂછ્યુ હતુ કે પોતાના ઘરમાં સોફા પર બેઠા બેઠા લોકો યુદ્ધના બણગા ફૂંકતા હોય છે. પણ તેમને ખબર છે કે લશ્કરમાં કામ કરતા લોકોનો પરિવારની સ્થિતિ કેવી છે?

આર્મી જવાનો શહિદ થાય પછી તેમના ઘરના સભ્યોની શું હાલત થાય છે? એ સાથે મિતાએ લશ્કરી જવાનોના પરિવારની સલામતી માટે પણ સરકારે કંઈક કરવુ જોઈએ એવી અપીલ કરી હતી. એ પછી ટ્રોલર્સ શાંત થયા હતા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2EkauEF

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages