મુંબઈ, તા. 08 માર્ચ, 2019, શુક્રવાર
વિવિધ કંપનીઓ ખાસ કરીને આઈએલએન્ડએફએસમાં નાણાંકીય સમશ્યાઓ ઓળખી કાઢવામાં નિષ્ફળ જવા બદલ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ક્રેડિટ રેટિંગ એજન્સીઓની ટીકા કરી હતી. રેટિંગ એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ સાથે મળેલી બેઠકમાં રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંતા દાસે અને ડેપ્યુટી ગવર્નરોએ ધિરાણ જોખમો માપવામાં અને સમયસર રેટિંગ પગલાં લેવામાં રેટિંગ એજન્સીઓની આશક્તિ બદલ ચિંતા વ્યકત કરી હતી.
રેટિંગ્સ હમેશા અગ્ર સ્થાને હોવા જોઈએ પરંતુ ભારતમાં તે પાછળ રહી જાય છે એમ રિઝર્વ બેન્કે મત વ્યકત કર્યો હોવાનું આધારભૂત સુત્રોએ જણાવ્યું હતું.
તાજેતરના મહિનાઓમાં રેટિંગ્સમાં આડેધડ ઘટાડાથી રોકાણકારોના તથા બેન્કોના માનસ ખરડાયા છે. અત્રે ઉલ્લેખનિય છે કે બેન્કો, મ્યુચ્યુઅલ ફન્ડો તથા પીએફસ પાસેથી લોન્સ મેળવી લીધા બાદ આઈએલએન્ડએફએસ તેની ચૂકવણીમાં નિષ્ફળ રહી હતી. ડિફોલ્ટસને કારણે મ્યુચ્યુઅલ ફન્ડસની સ્કીમ્સની એનએવીનું ભારે ધોવાણ થયું છે.
આની અસર અન્ય નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓ ખાસ કરીને હાઉસિંગ ફાઈનાન્સ પર પડી છે.
રેટિંગ એજન્સીઓના કામકાજમાં પારદર્શીતા વધારવા આરબીઆઈ તથા સેબી ખાસ નિયમનો તૈયાર કરવા વિચારે છે એમ પણ સુત્રોએ જણાવ્યું હતું.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ENM4U2
No comments:
Post a Comment