નવી દિલ્હી, તા. 08 માર્ચ, 2019, શુક્રવાર
વિતેલા ફેબુ્રઆરી માસ દરમિયાન સ્થાનિક બજારમાં પેસેન્જર વાહનોના વેચાણમાં એક ટકાનો ઘટાડો નોંધાયો હતો. તે રીતે જ આ માસ દરમિયાન તમામ શ્રેણીના વાહનોના કુલ વેચાણમાં માત્ર ૪ ટકાનો ઘટાડો નોંધાયો હતો.
સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ્સ મેન્યુ. દ્વારા જાહેર કરાયેલ આંકડા મુજબ ફેબુ્રઆરી માસ દરમિયાન પેસેન્જર વાહનોનું વેચાણ એક ટકો ઘટીને ૨૭૨૨૮૪ યુનિટસ (૨૭૫૩૪૬ યુનિટ ફેબુ્ર. ૨૦૧૮માં) રહ્યું હતું. સ્થાનિક સ્તરે કારનું વેચાણ પણ ૪.૩૩ ટકા ઘટીને ૧૭૧૩૭૨ યુનિટ રહ્યું હતું. જે ગત વર્ષે સમાન સમયમાં ૧૭૯૧૨૨ યુનિટસ હતું.
સૂચિત સમયગાળા દરમિયાન મોટરસાઇકલનું વેચાણ ૦.૫૮ ટકા ઘટીને ૧૦૪૭૪૮૬ યુનિટસ રહ્યું હતું. જ્યારે ટુવ્હીલરનું કુલ વેચાણ ૪.૨૨ ટકા ઘટીને ૧૬૧૫૦૭૧ યુનિટસ રહ્યું હતું.
પેસેન્જર વાહનોની જેમ જ કોમર્શિયલ વાહનોનું વેચાણ પણ ઘટયું હતું. જો કે તેની ગતિ ખૂબ ધીમી રહી હતી. ગત માસમાં કોમર્શીયલ વાહનોનું વેચાણ અડધા ટકાથી પણ ઓછું એટલે કે માત્ર ૦.૪૩ ટકા ઘટીને ૮૭૪૩૬ યુનિટસ રહ્યું હતું.
સૂચિત સમયગાળા દરમિયાન તમામ શ્રેણીના વાહનોનું કુલ વેચાણ ૩.૬૫ ટકા ઘટીને ૨૦,૩૪૭૬૮ યુનિટસ (૨૧,૧૧,૮૦૪ યુનિટ્સ) રહ્યું હતું. આમ, ફેબુ્રઆરી માસ ઓટો ઉત્પાદકો માટે નિરસ પૂરવાર થયો છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TnPneQ
No comments:
Post a Comment