અમદાવાદ, તા. 08 માર્ચ, 2019, શુક્રવાર
વિતેલા ફેબુ્રઆરી માસમાં શેરબજારની અસ્થિરતાની સાથોસાથ મ્યુચ્યુઅલ ફંડ ક્ષેત્રે પણ ઉદ્ભવેલા નિરસ વાતાવરણના પગલે રૂા. ૨૦,૦૦૦ કરોડથી વધુનું ભંડોળ પાછું ખેંચાયું હતું.
એસોસીએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડસ ઇન ઇન્ડિયાએ જાહેર કરેલા ડેટા મુજબ ૨૦૧૯ના વર્ષમાં જાન્યુઆરી માસમાં મ્યુ. ફંડ ક્ષેત્રે રૂા. ૬૫૪૩૯ કરોડનું નવું ભંડોળ ઠલવાયું હતું. જો કે, ત્યાર પછીના બીજા માસમાં ફંડ ક્ષેત્રે નેગેટિવ ચિત્ર ઉપસ્યું હતું.
ઉપલબ્ધ ડેટા મુજબ ગત ફેબુ્રઆરી માસમાં મ્યુચ્યુઅલ ફંડોમાંથી રૂા. ૨૦૦૮૩ કરોડનું ભંડોળ પાછું ખેંચાયું હતું. જે ફંડોમાંથી ભંડોળ પાછું ખેંચાયું હતું તેમાં કેશ પ્લાન, લિક્વિડ ફંડોમાંથી સર્વાધિક ભંડોળ પાછું ખેંચાયું હતું. આ સિવાયના સેગમેન્ટમાં નાણાં પાછા ખેંચવાની ગતિ ધીમી હતી.
સૂચિત સમય દરમિયાન કેશપ્લાન લિક્વિડ ફંડોમાંથી રૂા. ૨૪૫૦૯ કરોડ પાછા ખેંચાયા હતા. જે ગત જાન્યુઆરી માસમાં રૂા. ૫૮૬૩૭ કરોડનું રોકાણ થયું હતું. ઇન્કમ ફંડોમાંથી પણ રૂા. ૪૨૧૪ કરોડ પાછા ખેંચાયા હતા.
ઇક્વિટી ફંડોમાં પણ સૂચિત સમયમાં વાર્ષિક ધરણે રોકાણમાં ૧૬ ટકાનો ઘટાડો નોંધાયો હતો. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે આઇએલએન્ડ એફએસ પ્રતિકૂળતાની ડેટ ફંડો પર પ્રતિકૂળ અસર થવા પામી છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TpoPdh
No comments:
Post a Comment