રાજદ્રોહના કેસમાં પાસના આરોપી નેતા હાર્દિક પટેલ સુરત કોર્ટમાં ગેરહાજર - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 28 March 2019

રાજદ્રોહના કેસમાં પાસના આરોપી નેતા હાર્દિક પટેલ સુરત કોર્ટમાં ગેરહાજર

સુરત, તા. 27 માર્ચ 2019 બુધવાર

સુરતના અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચકચારી રાજદ્રોહના કેસમાં સંડોવાયેલા પાસના આરોપી નેતા હાર્દિક પટેલ વિરુદ્ધ આજે સુરત કોર્ટમાં કેસ કાર્યવાહીને મુદત હતી.

પાસના આરોપી નેતા હાર્દિક પટેલ, ચિરાગ તથા વિપુલ દેસાઇ ઉપરાંત પાછળથી પકડાયેલા અલ્પેશ કથીરિયા વિરુદ્ધ રાજદ્રોહના કેસની કાર્યવાહી હાલ પુરાવાના સ્ટેજ પર છે, પરંતુ આજે કોર્ટ મુદત દરમિયાન હાર્દિક પટેલ અમદાવાદ મીરજાપુર કોર્ટમાં હોવાથી સુરત કોર્ટમાં ગેરહાજર રહ્યા હતા. જેથી આરોપીના વકીલ યશવંત વાળાએ સુરત કોર્ટમાં આરોપીની હાજરીમાંથી મુક્તિ આપવા અને મુદત માટે માગ કરી હતી. જેને કોર્ટે મંજૂર કરી રાજદ્રોહના કેસની વધુ કાર્યવાહી આગામી 14મી એપ્રિલ સુધી મુલતવી રાખી છે. 



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CFsOYQ

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages