સુરત: ઓલપાડ તાલુકાની જનતા સાઈનાઈડથી માગે આઝાદી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 26 March 2019

સુરત: ઓલપાડ તાલુકાની જનતા સાઈનાઈડથી માગે આઝાદી



સુરત, તા. 25 માર્ચ 2019, સોમવાર

સુરતના ઓલપાડ નજીક આવેલી સાઇનાઇડ કંપની જ્યારથી કાર્યરત થઈ છે ત્યારથી વિવાદમાં સપડાયેલી રહી છે. કંપની સામે અવારનવાર આંદોલનો થયા છે. કંપનીને બંધ કરવા ખેડૂત સમાજે પણ રેલી તેમજ આવેદનપત્ર સહિતના કાર્યક્રમો યોજી વિરોધ પ્રદર્શિત કર્યો છે. ત્યારે આજરોજ ફરી એકવાર ગુજરાત ખેડૂત સમાજના નેજા હેઠળ કંપનીને કાયમી ધોરણે બંધ કરવાની માગ સાથે કંપનીના ગેટ પાસે ધરણાં યોજ્યા હતા.

છેલ્લા 34 વર્ષથી ઓલપાડ ખાતે માનવ વસ્તી વચ્ચે કાર્યરત હિન્દુસ્તાન કેમિકલ્સ કંપની સાઇનાઇડ સામે ઓલપાડ પંથકના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. હાલમાં જ જોખમી રાસાયણિક ઘનકચરો ભરીને જઈ રહેલી ત્રણ જેટલી ટ્રક ભરૂચના ઉમલ્લા તાલુકાના વણખૂટા ગામની સીમમાં જોખમી ઘનકચરો ઠાલવતા રંગેહાથ ઝડપાઈ હતી. 

સ્થાનિક પોલીસે ટ્રક ચાલક સામે કાર્યવાહી કરી ત્રણેય ટ્રક કબ્જે કરી લીધી હતી. સમગ્ર મામલાની જાણ ખેડૂત સમાજના આગેવાનોએ થતા જ તેઓ તાત્કાલિક મુખ્ય આગેવાનો સાથે ચર્ચા-વિમર્શ કરીને કંપનીની સામે બાંયો ચઢાવવાનું નક્કી કર્યું હતું. આથી ઘટનાના બીજે જ દિવસે ગુજરાત ખેડુત સમાજ દ્વારા સુરત જિલ્લા કલેકટર ડૉ.ધવલ પટેલને આવેદનપત્ર પાઠવીને કંપનીને કાયમી ધોરણે બંધ કરવાની સાથે સંચાલકો તેમજ જવાબદારો સામે ફોજદારી ગુનો દાખલ કરવાની ઉગ્ર માંગણી કરી હતી. 

જે બાદ આજરોજ ગુજરાત ખેડૂત સમાજના નેજા હેઠળ કંપનીના ગેટ પાસે એક દિવસીય ધરણાં કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલે જણાવ્યું હતું કે, સ્થાનિક ગ્રામવાસીઓ અને નગરજનો સાઈનાઈડ થી આઝાદી ઈચ્છી રહ્યા છે. કંપની પોતાની મનમાની કરી રહી છે ત્યારે કંપનીને કાયમી ધોરણે બંધ કરવામાં આવે એવી માગ સાથે ધરણાં યોજી રહ્યા છે. આંદોલનને કારણે ક્લોઝર અપાયું છે પરંતુ કંપની ફરી શરૂ થઇ જાય છે. 

ધરણાં દરમ્યાન સભા સંબોધતા જિલ્લા પંચાયત સભ્ય દર્શન નાયક,પર્યાવરણ વાદી શેખ અને જયેશભાઈ પાલે જણાવ્યું હતું કે, આ કંપની સામે સરકાર જો કોઈ પગલાં નહીં લેશે તો આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જયારે ઓલપાડ પ્રમુખ રમેશ પટેલે જણાવ્યું હતું કે, વર્ષોથી કંપની માનવ વસાહત વચ્ચે કાર્યરત છે અને લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી છે.



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YqxISD

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages