સુરત: ઉદ્યોગપતિની વીજચોરી અને ખનીજ ચોરી મુદ્દાને સોશ્યલ મીડિયામાં ખુલ્લો પડાયો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 26 March 2019

સુરત: ઉદ્યોગપતિની વીજચોરી અને ખનીજ ચોરી મુદ્દાને સોશ્યલ મીડિયામાં ખુલ્લો પડાયો

નવસારીમાં કોળીસમાજની ભાજપે માગણી ન સ્વીકારી તો સુરતમાં પાટીદારના નામે ભાજપના નેતાઓ પાણીમાં બેસી જશે કે કેમ?

(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 25 માર્ચ 2019 સોમવાર

ભાજપના સભ્ય પણ નથી તેવા પાટીદાર ઉદ્યોગપતિને સુરતની ટિકિટ ફાળવી દેવાની અટકળ સાથે જ ભાજપના કાર્યકરો અને મૂલ સુરતી નેતાઓમાં ભારે છુપો રોષ જોવા મળી રહ્યો છે. આવી અટકળ વચ્ચે કોંગ્રેસ અને કેટલાક અન્ય લોકોએ ટિકિટની માગણી કરનારા ઉદ્યોગપતિ દ્વારા થયેલી વીજ ચોરી અને ખનીજ ચોરીના મુદ્દાને સોશ્યલ મીડિયા પર ચગાવવામાં આવી રહ્યો છે. 

દાનવીરની છાપ ઉભી કરનારા ઉદ્યોગપતિની કેટલીક બહાર પડેલી કરતુતને કારણે કોગ્રસ ફોર્મમાં આવી ગયું છે. તો બીજી તરફ નવસારીમાં કોળી સમાજના લોકોની દાવેદારી સામે ભાજપ ઝુક્યુ નહીં તો હવે સુરતમાં પાટીદારના નામે ભાજપના નેતાઓ પાણીમાં બેસી જશે કે કેમ? તે અંગે અનેક ચર્ચા શરૃ થઈ રહી છે. 

મૂળ સુરતી ગણાતી લોકસભાની બેઠક માટે સુરતી નેતાઓ વચ્ચે ચાલતી સ્પર્ધા વચ્ચે ભાજપના સભ્ય પણ નથી તેવા ઉદ્યોગપતિ મહેસ સવાણીએ ટીકીટની માગણી કરતાં ભાજપમાં છુપો રોષ જોવા મળી રહ્યો છે. હાલ નવસારી લોકસભામાં કોળી પટેલની બહુમતી વસ્તીને દાવો કરીને કોળી સમાજે ટિકિટની માગણી કરી હતી પરંતુ ભાજપની નેતાગીરીએ મક્કમતાથી સાંસદ સી.આર,પાટીલને રીપીટ કરી દીધા છે. તો બીજી તરફ પાટીદાર સમાજની વસ્તીના આધારે ઉદ્યોગપતિ સુરતની ટિકિટ પર દાવો કરી રહ્યાં છે. તો ભાજપની નેતાગીરી કોળી પટેલ સમાજ સામે ઝુકી નહીં તો પાટીદારના નામે ઉદ્યોગપતિ સામે ઝુકી જશે કે કેમ તે અંગે અનેક અટકળ થઈ રહી છે.  

સુરતની ટિકિટ માટે બાજપમાં મહેસ સવાણીનું નામ આવતાં કોંગ્રેસીઓ ગેલમાં આવી ગયા છે. તેઓએ સોશ્યલ મીડિયા પર ઉદ્યોગપતિઓની કાળી બાજુ જાહેર કરવાનું શરૂ કરી દીધું છે. તેઓએ લખ્યું છે કે, સુરત લોકસભા માટે ભાજપ મહેશ સવાણીની પસંદગી કરે તો જાગૃત્ત મતદારોએ સુત્ર ધ્યાનમાં રાખવું કે આ ચોકીદાર ચોર છે.  

ભાજપનો ઉમેદવાર વીજ ચોર અને ખનીજ ચોર છે. અત્યાર સુધી કોંગ્રસના નેગેટિવ પ્રચારનો વિરોધ કરતાં કેટલાક કાર્યકરોને પણ કોંગ્રસની આ વાત સાચી લાગી રહી છે. તેથી તેનો કોઈ જગ્યાએ વિરોધ કરવામા આવતો નથી. હવે ભાજપની નેતાગીરી ભાજપના કાર્યકરને કે નેતાને ટિકિટ આપે છે કે ભાજપના સભ્ય નથી અને વીજ ચોરી અને ખનીજ ચોરી જેવા આક્ષેપ થઈ રહ્યાં છે. તેવા ઉદ્યોગપતિને ટિકિટ આપે છે તે અંગે અનેક અટકળ ચાલી રહી છે.



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TydpPN

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages