ગાંધીનગર,તા.26 માર્ચ 2019,મંગળવાર
ગાંધીનગર જિલ્લામાં આજે પોલીસ દ્વારા વાહનચેકીંગ હાથ ધરાયું હતું. જે અંતર્ગત ચિલોડા પોલીસ દ્વારા પણ ચિલોડાથી ગાંધીનગર તરફના માર્ગો ઉપર પસાર થતાં વાહનોનું ચેકીંગ કરવામાં આવી રહયું હતું. જે દરમ્યાન પોલીસે જીજે-૦૧-એફટી-પપ૩૭ નંબરની કારને ઉભી રાખી તપાસ કરતાં તેમાં સવાર ત્રણ શખ્સો દારૂ પીધેલી હાલતમાં જણાયા હતા.
જેથી સન્નીસીંહ જલાસિંહ ચૌહાણ, છત્રપાલ કેસરીસિંહ રાજપુત અને વિક્રમસિંહ દુર્જનસિંહ પવાર તમામ રહે.શંભુકાફે નિરમા યુનિ.પાસે અમદાવાદને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ શખ્સોએ પોલીસ સાથે ઝઘડો પણ કર્યો હતો અને પોલીસનો વીડીયો ઉતારી વાયરલ કરવાની પણ ધમકી આપી હતી.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Os8hvz
No comments:
Post a Comment