- ગરીબી હટાવોનો નારો આપનારી કોંગ્રેસ દેશમાંથી 55 વર્ષ સુધી ગરીબી કેમ ન હટાવી શકી?: UPના મુખ્યમંત્રી નો વેધક સવાલ

અમદાવાદ, તા. 26 માર્ચ 2019, મંગળવાર
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે ભાજપના ગઢ ગુજરાતમાં વિજય સંકલ્પ રેલીમાં હાજર રહ્યાં હતા. ગાંધીનગર લોકસભા વિસ્તાર ઘાટલોડીયાના પ્રભાત ચોક ખાતે વિજય સંકલ્પ જન સભામાં યોગી આદિત્યનાથે જણાવ્યું કે, ગુજરાતનો અવાજ હંમેશા ભારતના ગૌરવનો અવાજ બને છે ત્યારે આવનારી લોકસભાની ચૂંટણીમાં દેશની 543 બેઠકો ઉપર પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ચૂંટણીના પ્રચાર-પ્રસારની ધૂરા સંભાળવાના હોય ત્યારે ગાંધીનગર લોકસભાના પ્રત્યેક નાગરિક નરેન્દ્ર મોદી અને અમિત શાહ બનીને ચૂંટણીના આ મેદાનમાં ઉતરીને ગુજરાતી તમામ 26 બેઠકો ઉપર વિકાસનું કમળ ખીલવે તેવી કાર્યકરોને અપીલ કરી હતી.
યોગીએ જણાવ્યુ હતુ કે, ગાંધીનગર પહેલા વારાણસીની મુલાકાતે હતો ત્યારે પાચીન નગરી કાશીને વિશ્વના નકશા પર જે સ્થાન મળ્યુ છે તે સાંસદરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નીતિરીતિને કારણે મળ્યુ છે. ભાજપામાં બૂથનો એક સામાન્ય કાર્યકર ધારાસભ્ય અને ત્યારબાદ રાષ્ટ્રીય અધ્યક્ષ પદે પહોંચી શકે તે માત્ર ભાજપામાં જ સંભવ છે જ્યારે અન્ય પાર્ટીઓમાં પરિવારવાદ અને વંશવાદના કારણે એકજ કુટુંબનું વર્ષોથી રાષ્ટ્રીય પ્રમુખ તરીકે એકચક્રી શાસન રહ્યુ છે.
તેમણે કહ્યું, 55 વર્ષ સુધી કોંગ્રેસના શાસનમાં ગરીબી કેમ વધી? સ્વ.ઇન્દિરા ગાંધીના ગરીબી હટાવોના નારા કોંગ્રેસ સાર્થક કેમ ન કરી શકી? જેના પરીણામે 2014માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં 40 કરોડ ગરીબોના જનઘન ખાતા, 2.50 કરોડ લોકોના આવાસ, 4 કરોડ લોકોને મફત વિજળી જોડાણ, 7 કરોડના લોકોને ગેસ કનેક્શન, 12 કરોડ પરીવારોને પ્રધાનમંત્રી આયુષમાન યોજના અને 9.50 કરોડ શૌચાલયો ભાજપાના શાસનમાં નક્કર કાર્યો કરીને સાચા અર્થમાં દેશની ગરીબ, વંચિત, સમાજ માટે કાર્ય કર્યુ છે. જ્યારે કોંગ્રેસે માત્ર એકજ પરિવારની અમીરી કેમ વધે તે જ દિશામાં કાર્ય કર્યુ છે. કોંગ્રેસને ક્યારેય ગરીબો માટે પીડા કે સંવેદના હતી જ નહી.
કોંગ્રેસને ગુજરાતના નેતા માટે પણ અણગમો દેખાઇ આવતો હતો. ગુજરાતની ભૂમિએ જ્યારે જ્યારે દેશને જરૂર પડી છે ત્યારે સ્વાધીનતા સમયે મહાત્મા ગાંધીજી, અખંડ ભારત માટે સરદાર વલ્લભભાઇ પટેલ, સુશાસન માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કુશળ સંગઠક અમિત શાહ જેવા સપૂત આપ્યા છે ત્યારે કોંગ્રેસે હંમેશા સરદાર વલ્લભભાઇ પટેલને હાંસીયામાં ધકેલી દીધા હતા. 42 વર્ષ સુધી ભારત રત્નથી આ મહાપુરૂષને વંચિત રાખ્યા અને સતત તેમની અવગરણા કરી જ્યારે ભાજપાએ સરદાર પટેલની વિરાટ વ્યક્તિત્વ સમાન સ્ટેચ્યુ ઓફ યુનિટિનું લોકાર્પણ કરીને એક સાચી શ્રધ્ધાંજલી અર્પણ કરી છે.
કોંગ્રેસના શાસનને આડેહાથે લેતા જણાવ્યુ કે, સમગ્ર દેશમાં અરાજકતા, અવિશ્વાસ અને આતંકવાદનો માહોલ હતો. ચીન કે પાકિસ્તાન સામે નિર્ણાયક પગલા ભરી શકે તેવી સરકારનો અભાવ હતો. નેતાનીતિ અને નિયતવિહોણી સરકાર હતી. જેને પરિણામે દેશની આ હાલત હતી. કોંગ્રેસે માત્ર આતંકવાદને પોષવાનું કાર્ય જ કર્યુ છે. જ્યારે તેની પર પ્રકાશ પાડતા શ્રી યોગીજીએ જણાવ્યુ કે, પૂર્વોત્તર રાજ્યમાં પ્રતિવર્ષ આતંકવાદની ઘટના ઘટતી હતી. દેશના અન્ય રાજ્યોથી આ રાજ્યો અલગથલગ પડી ગયા હતા. જ્યારે આવા કપરા સાથે દેશમાં એક સક્ષમ નેતૃત્વ અને સ્થિર સરકારની જરૂર હતી ત્યારે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશની જનતાએ જે તેમની નીતિરીતિથી કાર્ય કરીને પૂર્વાંચલ રાજ્યમાં નકસલવાદ ખતમ કર્યો.
કોંગ્રેસના નામદાર રાહુલ ગાંધી વેધક પ્રશ્ન પુછ્યો હતો કે ચૂંટણી સમયે જ તમને મંદિર કેમ યાદ આવે છે ? જે કોંગ્રેસ કે કોંગ્રેસના નેતાઓને કરોડો હિંન્દુઓની આસ્થા અને શ્રધ્ધામાં વિશ્વાસ નહોતો તે કોંગ્રેસના નબીરાઓ ગંગા મેલી છે આજે એ જ કોંગ્રેસના નબીરાઓ ગંગાજળનું આચમન કરીને સાબીત કર્યુ કે, ગંગા પવિત્ર છે હતી અને રહેવાની. કોંગ્રેસના નેતાઓ હંમેશા પાકિસ્તાનના સમર્થમાં નારા લગાવીને શું સાબીત કરવા માંગે છે ? શહીદોનું અપમાન કરવું એ કોંગ્રેસનો સ્વભાવ બની ચૂક્યો છે. આજે કોંગ્રેસ સમગ્ર દેશમાંથી નેસ્તનાબૂદ થઇ રહી છે. લોકતંત્રમાં લોકો માટે જવાબદારી તે મુખ્ય છે. આ જવાબદારી વહન કરવાની ક્ષમતા માત્ર ભાજપાની સરકાર જ કરી શકે છે. અને આ જવાબદારી ભાજપા પુરી ઇમાનદારીથી વહન કરી રહી છે.
આ સિવાય ‘‘ભારત માતા કી જય’’ અને ‘‘જય શ્રી રામ’’ના નારા સાથે પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ સમગ્ર દેશનું ગૌરવ સમાન અને આધ્યાત્મિક એવા યોગી આદિત્યનાથજીનું સ્વાગત કરતા જણાવ્યુ હતુ કે, ગાંધીનગર લોકસભાના ઉમેદવાર તરીકે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની વરણી થાય તેવી લાગણી અને માંગણીને કેન્દ્રીય નેતૃત્વએ સ્વીકાર્યુ તે બદલ તેમનો આભાર માન્યો હતો તેમજ જેના નામ માત્રથી જ ગાંધીનગર લોકસભાની ચૂંટણી જીતી ચૂક્યા છે તેવો અનેરો આનંદ અને ઉત્સાહ ગુજરાત ભાજપાના તમામ કાર્યકરમાં જોવા મળે છે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2U1LkFk
No comments:
Post a Comment