પાકિસ્તાનની મહિલાને બે સપ્તાહમાં ભારત છોડી દેવાનો હાઈકોર્ટનો આદેશ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 1 March 2019

પાકિસ્તાનની મહિલાને બે સપ્તાહમાં ભારત છોડી દેવાનો હાઈકોર્ટનો આદેશ


(પીટીઆઈ) નવી દિલ્હી, તા.28 ફેબ્રુઆરી, 2019, ગુરૂવાર

પાકિસ્તાનની એક મહિલાને બે સપ્તાહમાં ભારત છોડી દેવાનો દિલ્હી હાઈકોર્ટે આદેશ કર્યો છે. જો નિયત સમયમાં એ મહિલા દેશ નહીં મૂકે તો તેના ઉપર ભારતના કાયદા પ્રમાણે આકરી કાર્યવાહી થશે એવી તાકીદ દિલ્હી હાઈકોર્ટે કરી હતી.

૨૦૦૫માં ભારતના નાગરિક સાથે લગ્ન કરીને દિલ્હી રહેતી એક પાકિસ્તાની મહિલાની શંકાસ્પદ ગતિવિધિને ધ્યાનમાં રાખીને ભારતની સુરક્ષા એજન્સીઓએ તેને દેશની સુરક્ષા માટે હાનિકારક ગણાવી હતી. વિવિધ સુરક્ષા એજન્સીઓએ તેની શંકાસ્પદ કામગીરીની નોંધ લીધી હતી એટલે ગૃહ મંત્રાલયે તેની સામે ભારત છોડો નોટિસ જારી કરી હતી.

નોટિસના જવાબમાં એ મહિલા અને તેના પતિએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં કહેવાયું હતું કે તેના વિઝા ૨૦૨૦ સુધી મંજૂર થયા છે અને તે ભારતીય નાગરિક સાથે લગ્ન કરીને ૨૦૦૫થી દિલ્હીમાં રહે છે. જોકે, દિલ્હી હાઈકોર્ટે તેની શંકાસ્પદ ગતિવિધિના અહેવાલના આધારે આદેશ આપ્યો હતો કે ગૃહ મંત્રાલયે જે નોટિસ આપી છે એ પ્રમાણે તેણે બે સપ્તાહમાં ભારત છોડીને જવું પડશે.

દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે નોટિસ દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જારી કરવામાં આવી છે અને તે યોગ્ય છે. 

હાઈકોર્ટે તેને રાહત આપવા બે સપ્તાહનો સમય આપ્યો હતો. ગૃહ મંત્રાલયે નોટિસમાં ૨૨મી ફેબુ્રઆરી સુધીમાં દેશ મૂકીને જતા રહેવાનું કહ્યું હતું. જોકે, હાઈકોર્ટે તાકીદ કરી હતી કે નિયત સમયમાં તે દેશ નહીં છોડે તે તેની સામે ભારતના કાયદા પ્રમાણે આકરા પગલાં ભરાશે અને ભવિષ્યમાં ભારતમાં ક્યારેય આવી શકશે નહીં એવો પ્રતિબંધ પણ મૂકવામાં આવશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2H8NnzO

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages