
(પીટીઆઇ) નવી દિલ્હી,તા.28 ફેબ્રુઆરી, 2019, ગુરૂવાર
આમ્રપાલી ગુ્રપના મકાનો ખરીદનારાઓને વિવિધ હાઉસિંગ પ્રોજેક્ટમાં મકાન આપવાની વાત કરી તેમની સાથે છેતરપીંડી કરનાર આમ્રપાલી ગુ્રપના સીએમડી અનીલ શર્મા અને તેમના બે અન્ય ડાયરેકટરોની ધરપકડ કરી કસ્ટડીમાં પૂછપરછ કરવાની સુપ્રીમ કોર્ટે આજે પોલીસને મંજૂરી આપી હતી.
આમ્રપાલી ગુ્રપના વિવિધ પ્રોજેક્ટમાં આશરે ૪૨૦૦૦ ફલેટનો કબજો લેવા રાહ જોઇ રહેલા ખરીદનારાઓએ અનેક ફરિયાદો કરતી હતી.
સર્વોચ્ચ અદાલતે અનીલ શર્મા, શિવ પ્રિયા અને અજય કુમારની અંગત મિલકત પણ જપ્ત કરવા ઓર્ડર કર્યો હતો.સર્વોચ્ચ અદાલતનો ઓર્ડર નહીં માનવા બદલ ગયા વર્ષની નવમી ઓકટોબરથી ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા નોઇડાની એક હોટલમાં પકડીને રાખવામાં આવેલી આ ત્રિપુટી એ વખતે ચોંકી ગઇ હતી જ્યારે દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખા દ્વારા કરવામાં આવેલી અરજી પર જસ્ટિસ યુ.યુ.લલીત અને જસ્ટિસ અરૃણ મિશ્રાની બેંચે તેમને ધરપકડ કરવા આદેશ કર્યો હતો.
'અમે ક્યારે પણ કોઇ એજન્સીને ડાયરેકટરોની ધરપકડ કરી તેમની પૂછપરછ કરવાથી રોકી નથી.અમે સ્પષ્ટ કરી દઇએ કે તેઓ તમામ ડાયરેકટરોની ધરપકડ કરી શકે છે'એમ કોર્ટે કહ્યું હતું.
ડાયરેકટરો અને રિયલ એસ્ટેટ કંપની દ્વારા મકાન ખરીદનારાઓ અને રોકાણકારોના પૈસા અન્યત્ર વાળવા સામે સખત વાંધો લેનાર બેંચે કોર્ટે નિમેલી ફોરેન્સિક ઓડિટર્સની ટીમને તેમની તપાસ પુરી કરવા આદેશ કર્યો હતો. કોર્ટે ૨૨ માર્ચ સુધી તપાસ પુરી કરવા કહી હવે પછીની સુનાવણી ૨૪ માર્ચે રાખી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2EmcZ9z
No comments:
Post a Comment