
(પીટીઆઈ) નવી દિલ્હી, તા.28 ફેબ્રુઆરી, 2019, ગુરૂવાર
અગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડના આરોપી ક્રિશ્યન મિશેલે તિહાર જેલ તંત્રને એકાંતમાં અલગ રહેવાની વ્યવસ્થા કરી આપવાની માગણી કરી હતી, જેલતંત્રએ એ મુદ્દે જવાબ ન આપતા મિશેલે કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે તે મુદ્દે જેલતંત્રને જવાબ આપવાનો આદેશ કર્યો છે.
અગસ્ટા વેસ્ટલેન્ડ ચોપર કૌભાંડના આરોપી ક્રિશ્યન મિશેલ તિહાર જેલમાં બંધ છે. તેણે જેલતંત્રને અરજી કરી હતી કે તેને જેલમાં જ અલગ એકાંતમાં રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવે. પરંતુ તિહાર જેલ ઓથોરિટીએ કોઈ જ જવાબ આપ્યો ન હતો. આખરે મિશેલે દિલ્હીની વિશેષ કોર્ટ સમક્ષ અરજી કરી હતી.
કોર્ટે એ અરજીને માન્ય રાખીને તિહાર જેલ તંત્રની ઝાટકણી કાઢી હતી. કોર્ટે તિહાર જેલ તંત્રને આગામી પાંચમી માર્ચ સુધીમાં તે અંગેનો અહેવાલ રજૂ કરવાનો આદેશ કર્યો છે.
કોર્ટના સ્પેશિયલ જજ અરવિંદ કુમારે તાકીદ કરી હતી કે આગામી સુનાવણી વખતે જેલના ઉચ્ચ અધિકારી કોર્ટમાં હાજર રહીને જવાબ આપે. જવાબ આપી શકવા સક્ષમ હોય એવા જ અધિકારીએ કોર્ટ સમક્ષ મિશેલની અરજીનો જવાબ કેમ ન આપ્યો તે અંગે ખુલાસો કરવાનો રહેશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2tIVviw
No comments:
Post a Comment