ભુજ, શનિવાર
અન્ય પ્રદેશો કરતા પણ થોડી જુદી ભૌગોલિકતા ધરાવતા કચ્છમાં ૧૦૦થી પણ વધુ વનૌષિાધઓ નામશેષ થઈ ગઈ છે. ૧૯૯૫માં એક પ્રોફેસર દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. તેમણે કચ્છમાં જુદી જુદી જગ્યાએ ફરીને વનૌષિાધઓ એકઠી કરી તો તેની સંખ્યા ૩૫૦થી ૪૦૦ જેટલી જોવા મળી હોવાનું નોંધ્યું હતું. જો કે, છેલ્લા ૭૦ વર્ષના ગાળા દરમિયાન લગભગ ૧૦૦ જાતની વનૌષિાધઓ કચ્છમાંથી જાગૃતિ કે જાણકારીના અભાવે નામશેષ થઈ ગઈ છે.
એક તરફ લોકોમાં પર્યાવરણ મુદે જાગૃતિ આવવા માંડી છે તો બીજી તરફ દેશી અને જુની વનૌષિાધઓ નામશેષ થઈ રહી છે. જે વનૌષિાધઓ નામશેષ થઈ છે તે જો કચ્છમાં જ થતી હોય તો સમગ્ર ધરતી પરાથી તેનું અસ્તિત્વ પણ ખતમ થયુ ગણાય. કચ્છમાં વન વિભાગ અને વિવિાધ સંસૃથાઓ દ્વારા પણ સ્મૃતિવનો અને ઉપવનો તૈયાર કરવામાં આવી રહ્યા છે પરંતુ આવા સ્મૃતિવનોમાં અને ઉપવનોમાં નામશેષ થઈ રહેલી ઔષિાધયોને ઉછેરવામાં આવતી નાથી. સરકારી કક્ષાએ પણ કચ્છની વનૌષિાધઓની ઉપયોગિતા સમજાઈ છે. પંદર વર્ષ પહેલા સરકારે ખાસ ઔષિાધય વનસ્પતિઓ માટે એકસો એકર જમીન ફાળવી હતી જો કે ગર્વ લઈ શકાય તેવી હકીકત બની નાથી. કારણ કે સમયને અનુરૃપ તેનો વિકાસ થયો નાથી. જો કચ્છમાં ઔષિાધય વનસ્પતિઓનો પણ યોગ્ય રીતે વિકાસ કરવાનો આયોજન થાય તો પ્રકૃતિ પ્રેમીઓ પણ રાજી થાય. આ દિશામાં કામગીરી કરવા માટે વન ખાતાએ આગળ આવવાની સાથોસાથ સ્વૈચ્છિક સંસૃથાઓએ પણ રસ દાખવવો જોઈએ.
from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Hb2fyu
No comments:
Post a Comment