પરમાણુ નિશસ્ત્રીકરણ મંત્રણા માટે ટ્રમ્પ અને કિમ જોંગ વિયેતનામના હેનોઇ પહોંચ્યા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 1 March 2019

પરમાણુ નિશસ્ત્રીકરણ મંત્રણા માટે ટ્રમ્પ અને કિમ જોંગ વિયેતનામના હેનોઇ પહોંચ્યા


હેનોઇ, તા.26 ફેબ્રુઆરી, 2019, મંગળવાર

ઉત્તર કોરિયાના પરમાણું કાર્યક્રમ અંગે સમગ્ર વિશ્વ જ્યારે કોઇ સ્વીકૃત્ત ઉપાયની અપેક્ષા રાખી રહ્યું છે ત્યારે ટ્રમ્પ સાથેની મહત્ત્વની મંત્રણા કરવા સખત સુરક્ષા બંદોબસ્ત અને ખૂબ ઉત્સાહી ટોળા વચ્ચે ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જોંગ ઊન આજે વિયેતનામના હેનોઇમાં પહોંચી ગયા હતા.

તો સાથે સાથે આજે મોડી સાંજે ટ્રમ્પ પણ પહોંચી ગયા હતા.સિંગાપોરમાં જૂનમાં કરેલી પ્રથમ મંત્રણા પછી માત્ર નિવેદનબાજી સિવાય કંઇ જ નકકર પરિણામ દેખાયો નહતો. પરમાણું નિશસ્ત્રીકરણ અંગે કોઇ જ વાત થઇ નહતી.

પોતાની ઓલિવ ગ્રીન ટ્રેનમાં બેસીને ચીન થઇને લગભગ અઢી દિવસની મુસાફરી કરીને  ૪૦૦૦ કિમીની યાત્રા પુરી કરી તેઓ હેનોઇ પહોંચ્યા હતા. પોતાના દાદાનું અનુકરણ કરીને યુવાન કિંમ વિયેતનામની સરહદે આવ્યા ત્યારે સામાન્ય રીતે શાંતિમય દેખાતા વિયેતનામી ડોંગડેંગ સ્ટેશને આજે સવારથી જ ચહલપહલ હતી.

કિમ લાલ જાજમ પર ચાલતા આવ્યા ત્યારે તેમને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. સ્થાનિક યુવતી હોઆંગ થ્યુએ કહ્યું હતું કે કિમની એક ઝલક જોવા તે કડકડતી ઠંડીમાં અર્ધી રાત્રે અહીંયા આવી પહોંચી હતી.

માઓ સ્ટાઇલના તેમના ટ્રેડ માર્ક સમાન બ્લેક કોટમાં અંગ રક્ષકો વચ્ચે ઘેરાયેલા કિમને મર્સીડીઝ કારમાં મોટરસાયકલના કાફલા સાથે હેનોઇ લઇ જવામાં આવ્યા હતા.ટ્રમ્પે પરંપરાગત રીતે એરફોર્સ વનનો જ ઉપયોગ કરી હેનાઇ જવા નક્કી કર્યું હતું. ટ્રમ્પે ટ્વિટ કરીને લખ્યું હતું કે તેઓ કિમને મળવાની ઉત્સાહભેર રાહ જુએ છે.

તેમણે ફરીથી ઉત્તર કોરિયા સામે આર્થિક પેકેજની ગાજર લટકાવી કહ્યું હતું કે જો ઉત્તર કોરિયા પરમાણું કાર્યક્રમ પડતો મૂકે તો અમે તેને આર્થિક સહાય આપીશું.'સંપૂર્ણ નિશસ્ત્રીકરણ પછી ઉત્તર કોરિયા ખૂબ ઝડપથી આર્થિક પ્રગતી કરશે અને શક્તિશાળી દેશ બની જશે'એમ ટ્રમ્પે લખ્યું હતું.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ViQJE8

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages