ભારત પણ આશ્ચર્યજનક હુમલાનો સામનો કરવા માટે તૈયાર રહે : પાક. સૈન્યની શેખી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 1 March 2019

ભારત પણ આશ્ચર્યજનક હુમલાનો સામનો કરવા માટે તૈયાર રહે : પાક. સૈન્યની શેખી

પાકિસ્તાનનું શાંતિનું નાટક, ભારતીય રાજદુતને સમન્સ પાઠવ્યા, આંતરરાષ્ટ્રીય સ્તરે મુદ્દો લઇ જવાની ચીમકી 

પંજાબ, ગુજરાત, રાજસ્થાન, કાશ્મીરમાં સૈન્ય-બીએસએફના જવાનોની સંખ્યા વધારવામાં આવી


ઇસ્લામાબાદ, તા.26 ફેબ્રુઆરી, 2019, મંગળવાર

ભારતીય સૈન્ય-એરફોર્સે મળીને પાકિસ્તાનમાં ઘુસીને ૩૫૦થી વધુ આતંકીઓનો ખાતમો બોલાવી દીધો હતો. આ એર સ્ટ્રાઇક થયાની જાણકારી ખુદ પાકિસ્તાને જ આપી હતી. ભારતના વળતા પ્રહાર બાદ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ઇમર્જન્સી બેઠક બોલાવી હતી. જેમાં આ એરસ્ટ્રાઇક અંગે ચર્ચા થઇ હતી. 

બીજી તરફ પાકિસ્તાન સૈન્યએ પણ શેંખી મારી હતી અને કહ્યું હતું કે હવે અમારો વારો છે ભારત પણ તૈયાર રહે. ભારતમાં આતંકીઓ મોકલી રહેલા પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે, એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાને ઇસ્લામાબાદમાં ભારતના રાજદુતને સમન્સ પાઠવ્યા હતા.  પાકિસ્તાને એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે હવે અમારો વારો છે, ભારત જવાબ માટે તૈયાર રહે.

પાકિસ્તાનની આ ધમકી બાદ પંજાબ, ગુજરાત, રાજસ્થાન અને કાશ્મીર સરહદે હાઇએલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઇમરાન ખાને પણ કહ્યું હતું કે અમારા પર કોઇ હુમલો કરવામાં આવશે તો તેનો અમે વળતો જવાબ આપીશું. પાકિસ્તાન સૈન્યના મેજર જનરલ આસીફ ગફુરે ચેતવણી આપી હતી કે અમે પણ આશ્ચર્યજનક રીતે જ વળતો જવાબ આપીશું.

બીજી તરફ  પાકિસ્તાને દાવો કર્યો હતો કે ભારતીય યુદ્ધ જહાજો પાકિસ્તાનની સરહદમાં આવ્યા હતા અને બોમ્બમારો પણ કર્યો હતો, જોકે તેમાં કોઇ જ જાનહાની નથી થઇ. સાથે કોઇ પણ પ્રકારની ઇમારતોેને પણ નુકસાન નથી થયું. બીજી તરફ પાક.ના વિદેશ પ્રધાને કહ્યું હતું કે રાત્રે હુમલો કર્યો હતો તેથી અમને ખ્યાલ ન રહ્યો.  

પાકિસ્તાનના વિદેશ પ્રધાન પરવેઝે દાવો કર્યો હતો કે ભારતીય વિમાનો માત્ર ત્રણ મિનિટ જ અંદર આવ્યા હતા અને બાદમાં પરત જતા રહ્યા હતા. બીજી તરફ એવા પણ અહેવાલો છે કે પાકિસ્તાન ડરના માર્યા પીઓકેની આસપાસ એક સમયે ધમધમતા આતંકી કોમ્પેને ખાલી કરાવી લીધા છે.

સાથે એવી ચીમકી પણ આપી છે કે અમે આ એરસ્ટ્રાઇકનો મામલો આંતરરાષ્ટ્રીય સ્તરે લઇ જઇશું. પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મસૂદ કુરેશીએ આ ધમકી આપતા દાવો કર્યો હતો કે અમે તો શાંતિમાં માનીએ છીએ. ભારતે કરારોનું ઉલ્લંઘન કર્યું છે, આ મામલાને આંતરરાષ્ટ્રીય સ્તરે લઇ જવામાં આવશે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2EAH72m

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages