એર સ્ટ્રાઇક બાદ અમેરિકાનો પાકિસ્તાનને ઠપકોઃ આતંકવાદી કેમ્પો નાબૂદ કરો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 1 March 2019

એર સ્ટ્રાઇક બાદ અમેરિકાનો પાકિસ્તાનને ઠપકોઃ આતંકવાદી કેમ્પો નાબૂદ કરો

વોશિંગ્ટન, તા. 27 ફેબ્રુઆરી 2019, બુધવાર

પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર વાયુસેનાની એર સ્ટ્રાઇકને અમેરિકાનો પણ ટેકો મળ્યો છે. અમેરિકાએ પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે તે આતંકવાદી ઠેકાણાઓ પર મોટી કાર્યવાહી કરે.

અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ કહ્યું છે કે પાકિસ્તાને તેની જમીન પર ફૂલીફાલી રહેલા આતંકવાદીઓ વિરુદ્ધ તુરંત કાર્યવાહી કરવી જોઇએ. અમેરિકી વિદેશ ખાતા તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારત તરફથી લેવામાં આવેલા પગલા બાદ વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ ભારત અને પાકિસ્તાનના વિદેશ મંત્રીઓ સાથે વાત કરી અને બંનેને અપીલ કરી છે કે શાંતિ જાળવી રાખે.

અમેરિકાના વિદેશ ખાતાએ કહ્યું કે પાકિસ્તાને તેની જમીન પર ચાલી રહેલા આતંકવાદી કેમ્પોને તુરંત ખતમ કરવા જોઇએ. અમેરિકાએ અપીલ કરી છે કે બંને દેશો કોઇ પણ પ્રકારની સૈન્ય કાર્યવાહી ન કરે અને શાંતિ જાળવે.

ઉલ્લેખનીય છે કે ભારત દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઇકને દુનિયાના ઘણાં દેશોનો સાથ મળ્યો છે. અમેરિકાથી પહેલા ફ્રાન્સ ભારતની પડખે આવીને ઊભું રહ્યું છે.

મંગળવારે જ ફ્રાન્સે કહ્યું હતું કે આતંકવાદ વિરુદ્ધની લડાઇમાં ફ્રાન્સ ભારતની સાથે છે. આતંકવાદીઓ પર કાર્યવાહી કરવી જોઇએ અને તેમનો સહયોગ કરનારાઓના મૂળિયા જ કાપી નાખવા જોઇએ.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2EAHnOS

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages