બાહુબલિ ફિલ્મે મારો આત્મવિશ્વાસ વધાર્યો છે : તમન્ના ભાટિયા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 27 March 2019

બાહુબલિ ફિલ્મે મારો આત્મવિશ્વાસ વધાર્યો છે : તમન્ના ભાટિયા


મુંબઇ તા.26 માર્ચ 2019, મંગળવાર

હોનહાર અભિનેત્રી તમન્ના ભાટિયાએ કહ્યું હતું કે પ્રભાસ સાથે કરેલી મેગાહિટ ફિલ્મ બાહુબલિ કર્યા પછી મારો આત્મવિશ્વાસ ઘણો વધ્યો હતો.

હાલ તમન્નાની માત્ર બે ફિલ્મો રજૂ થઇ છે. પરંતુ એ વિવિધ ભાષાની અને વિવિધ જોનરની ફિલ્મો કરી રહી છે. એની જાણીતી ફિલ્મોમાં તમિળ ભાષાની કન્ને કલાઇમાને તથા તેલુગુ ભાષાની એફ ટુ- ફન અન્ડ ફ્રસ્ટ્રેશન રજૂ થઇ ચૂકી છે અને હિટ નીવડી છે. એ ઉપરાંત બાહુબલિ પણ રજૂ થઇ ચૂકી છે. 

ચાલુ વર્ષે એની રજૂ થનારી અન્ય ફિલ્મોમાં દેવી ટુ, ધેટ ઇઝ મહાલક્ષ્મી અને સે રા નરસિંહા રેડ્ડીનો સમાવેશ થાય છે. ઉપરાંત એણે બે તેલુગુ ફિલ્મો સાઇન કરી છે.

એણે કહ્યું કે હાલ હું કોઇ હિન્દી ફિલ્મ કરતી નથી. જો કે મારે હિન્દી ફિલ્મોમાં કામ કરવું છે પરંતુ સારા રોલ મળે એની વાટ જોઇ રહી છું. સારા રોલ મળે પછી હું હિન્દી ફિલ્મો પણ કરવા માંડીશ. મારે માત્ર શોભાની પૂતળી બનીને હિન્દી ફિલ્મો કરવી નથી.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TvTMYA

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages