સલમાનના પિતાનો રોલ કરવામાં મને કોઇ સંકોચ નથી : જેકી શ્રોફ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 27 March 2019

સલમાનના પિતાનો રોલ કરવામાં મને કોઇ સંકોચ નથી : જેકી શ્રોફ


મુંબઇ તા.26 માર્ચ 2019, મંગળવાર

જેકી દાદાના હુલામણા નામે જાણીતા સિનિયર અભિનેતા જેકી શ્રોફે કહ્યું હતું કે મને સલમાનના પિતાનો રોલ કરવામાં જરાય છોછ સંકોચ નથી.

'હું એક ધંધાદારી અભિનેતા છું. મને જે રોલની ઑફર થાય એ મને ગમે તો મારે એ રોલ કરવો જોઇએ. સલમાન મારો દોસ્ત છે અને અમે સાથે ફિલ્મો પણ કરી છે. એ મારા કરતાં દસ વર્ષ નાનો છે એટલે એના પિતાનો રોલ કરવામાં મને કોઇ વાંધો વિરોધ હોતાં નથી' એમ જેકીએ કહ્યું હતું.

જેકી સલમાન ખાનની આગામી ફિલ્મ અલી અબ્બાસ ઝફરની ભારત ફિલ્મમાં સલમાનના પિતાનો રોલ કરી રહ્યો છે.

રસપ્રદ વાત એ છે કે જેકી અને સલમાન બંનેની અભિનય કારકિર્દી લગભગ એક સાથે 19૮0ના દાયકામાં શરૃ થઇ હતી. બંને વચ્ચે સારી દોસ્તી પણ છે. બંને સમકાલીન હોવાથી કોઇને એમ લાગે કે જેકીએ શા માટે સલમાનના પિતાનો રોલ કરવો પડે ? 

પરંતુ જેકી પોતે એવું માનતો નથી. એણે તો આ રોલ સારો લાગતાં સ્વીકારી લીધો હતો.હાલ એની ભારત ફિલ્મ ઉપરાંત અભિનેતા ફિલ્મ સર્જક જ્હૉન અબ્રાહમ સાથે રોમિયો અકબર વોલ્ટર ફિલ્મ પણ રજૂ થવાની તૈયારીમાં છે. 

અત્યાર અગાઉ જેકીએ ફિલ્મ યાદેંમાં કરીના કપૂરના અને ધૂમ થ્રીમાં આમિર ખાનના પિતાનો રોલ કર્યો હતો. જેકી અને સલમાને અગાઉ બંધન, કહીં પ્યાર ન હો જાયે, ક્યોં કિ અને વીર જેવી ફિલ્મો સાથે કરી હતી. સલમાનની ભારત ફિલ્મ આ વર્ષની ઇદ પર રજૂ થવાની છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HGEzlV

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages