સુજય વિખે પાટીલ કોંગ્રેસ છોડીને આજે ભાજપમાં પ્રવેશ કરશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 12 March 2019

સુજય વિખે પાટીલ કોંગ્રેસ છોડીને આજે ભાજપમાં પ્રવેશ કરશે

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.11 માર્ચ 2019,સોમવાર

કોંગ્રેસના સીનિયર નેતા અને વિધાનસભાના વિપક્ષના નેતા રાધાકૃષ્ણ વિખે પાટીલના પુત્ર સુજય વિખે પાટીલ આગામી મંગળવાર (આવતીકાલ) ૧૨ માર્ચના રોજ મુખ્યપ્રધાન દે ઉપસ્થિતિમાં ભાજપમાં પ્રવેશ કરશે એવું સૂત્રોએ જણાવ્યું હતું. અહમદનગરની જગા કોંગ્રેસને મળે એવી શક્યતા દેખાતી ન હોવાથી તેમણે આ નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે.

સુજય વિખે પાટીલે જણાવ્યું હતું કે કોંગ્રેસને નગરની જગા મળવાની નથી એટલે ભાજપમાં પ્રવેશ કરવાનો નિર્ણય લીધો છે. ભાજપ અહીંની બેઠક પર  મને ચૂંટણી લડવા આપશે.

દરમિયાન, સુજયને નગરમાંથી ચૂંટણી લડવી હોય તો એન.સી.પી.ની ટિકિટ પર ચૂંટણી લડવાનો પ્રસ્તાવ એન.સી.પી.એ આપ્યો હતો. સુજયને એન.સી.પી.માં લઈને ટિકિટ આપવાના અવેજીમાં કોંગ્રેસે નગરની જગા છોડવી એવો કોંગ્રેસે આગ્રહ ધર્યો હતો.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી નગરના પ્રશ્ન પર ધ્યાન કેન્દ્રિત કરવાની માહિતી મળી હતી. રાજધાની દિલ્હીમાં સોમવારે થનારી બેઠકમાં રાહુલ ગાંધી દક્ષિણ નગરની બેઠક બાબતે મધ્યસ્થી કરવાના હોવાની માહિતી હતી. ઔરંગાબાદ અને અહમદનગર એમ બન્ને જગા પર લોકશાહી આઘાડીમાં અંતિમ નિર્ણય થયો નથી.

સુજય વિખે પાટીલ ભાજપમાં જોડાશે એવી ચર્ચા અનેક દિવસોથી ચાલતી હતી. ગઈકાલે તેઓ ભાજપના નેતા અને પ્રધાન ગિરીશ મહાજન સાથે હેલિકોપ્ટરમાં એકત્રિત પ્રવાસ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે વિખે પાટીલનો ઈતિહાસ પાર્ટી બદલવાનો છે. રાધાકૃષ્ણ વિખે પાટીલના પિતા બાળાસાહેબ અગાઉ કોંગ્રેસ છોડીને શિવસેનામાં જોડાયા હતા અને કેન્દ્રીય પ્રધાન બન્યા હતા. જ્યારે ભગવી યુતિ સત્તા પરથી હટી ગઈ ત્યારબાદ વિખે પાટીલ પાછા કોંગ્રેસમાં જોડાયા હતા.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UwEPXi

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages