અમદાવાદ-પટણા, ગાંધીધામ-ભાગલપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 12 March 2019

અમદાવાદ-પટણા, ગાંધીધામ-ભાગલપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે

અમદાવાદ,તા.11 માર્ચ 2019,સોમવાર

આગામી હોળી-ધૂળેટીના તહેવારોને ધ્યાને લઇને પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સવલત માટે અમદાવાદ-પટણા તેમજ ગાંધીધામ-ભાગલપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તહેવારોમાં મુસાફરોના ભારે ધસારા તેમજ લાંબા વેઇટીંગ લિસ્ટને જોતા આ વધારાની વિશેષ ટ્રેન વતન તરફ જવા માંગતા મુસાફરો માટ મોટી રાહતરૂપ સાબિત થશે.

અમદાવાદમાં મોટી સંખ્યામાં બિહારી પરિવારો વસવાટ કરે છે. તેને ધ્યાને લઇને અમદાવાદ-પટણા વચ્ચે આ ટ્રેન દોડાવાશે. ટ્રેન નં.૦૯૪૨૧ અમદાવાદથી ૧૮ માર્ચને સોમવારે ૨૩ઃ૨૫ કલાકે ઉપડશે.જે બુધવારે ૦૮ઃ૪૫ કલાકે પટણા પહોંચશે.

પરતમાં ૨૦ માર્ચે બુધવારે ટ્રેન નં.૦૯૪૨૨ પટણાથી ૧૧ઃ૦૦ કલાકે ઉપડશે. જે બીજા દિવસે ૧૯ઃ૦૦ કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન નડીયાદ, ગોધરા, દાહોદ, રતલામ, નાગદા, કોટા, સવાઇ માધોપુર, ગંગાપુર સિટી, બાયાના, આગ્રા ફોર્ટ, ટુંડાલ, કાનપુર, ઇલાહાબાદ, પંડિત દિનદયાલ ઉપાધ્યાય, બકસર, આરા અને દાનાપુર સ્ટેશનો પર રોકાશે. 

ટ્રેન નં. ૦૯૪૫૧ ગાંધીધામથી ૧૫ માર્ચને શુક્રવારે ૧૭ઃ૪૦ કલાકે ગાંધીધામથી ઉપડશે. જે રવિવારે ૧૭ માર્ચે ૧૮ઃ૦૦ કલાકે ભાગલપુર પહોંચશે. પરતમાં ૦૯૪૫૨ નંબરની ટ્રેન ૧૮ માર્ચે સોમવારે ૦૬ઃ૩૦ કલાકે ભાગલપુરથી ઉપડીને ૨૦ માર્ચે ૦૮ઃ૦૦ કલાકે ગાંધીધામ આવશે.

આ ટ્રેન ભચાઉ, સામાખિયાલી, ધ્રાંગધ્રા, અમદાવાદ, નડિયાદ, દાહોદ, રતલામ, ભવાની મંડી, કોટા, સવાઇ માધોપુર, ગંગાપુર સિટી, હિંડાન સિટી, બયાના, ભરતપુર, અચ્છનેરા, મથુરા, કાસગંજ, ફરૂખાબાદ, કાનપુર સેન્ટ્રલ, લખનઉં, ગૌડા, બસ્તી, ગોરખપુર, દેવરીયા સદર, શિવાન, છપરા, હાજુપુરા, બરોની, બેગુસરાઇ, શાહીબપુર કમલ, મુંગેર, સુલતાન ગંજ સ્ટેશને રોકાશે.




from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2J47zWc

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages